જી-૨૦ ની દીવ ખાતેની બેઠકના સભ્યોનું પ્રતિનિધિ મંડળ આગામી તારીખ ૧૯ મે ના રોજ સવારે ૯ કલાકે જૂનાગઢ જિલ્લાના ગીર સાસણની અભ્યાસુ મુલાકાત લેશે.
જૂનાગઢ જિલ્લા વહીવટી અને તંત્ર વન વિભાગ સંકલનથી જી-૨૦ ના ડેલિગેટ્સને આવકારવા તેમજ દેવળિયા પાર્કની મુલાકાત અંગે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જી ૨૦ અંગે સાયન્સ-૨૦ ની ઇવેન્ટ દિવ ખાતે યોજાઈ રહી છે. તે અંતર્ગત સાયન્ટિફિક ચેલેન્જર્સ એન્ડ ઓર્પ્ચુનીટી ટુવાર્ડસ અચીવીંગ અ સસ્ટેનેબલ બ્લુ ઈકોનોમી બેઠકમાં સહભાગી થયેલા સભ્યો આગામી તારીખ ૧૯ મે ના રોજ સાસણ દેવળીયા પાર્કની મુલાકાત લેશે. ટૂંકા રોકાણ બાદ બપોરના સમયે આ સભ્યો સોમનાથ જવા રવાના થશે
