Gujarat

તા.૨૦ જાન્યુઆરીના રોજ જામનગર પથિક આશ્રમમાં સ્વામી વિવેકાનંદના જીવનની ઝાંખી દર્શાવતું ફોટોગ્રાફી પ્રદર્શન યોજાશે

આઝાદી કા અમૃત મહોત્સવઅંતર્ગત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગુજરાત રાજ્ય અભિલેખાગાર ખાતા હસ્તકની જિલ્લા અભિલેખાગાર કચેરી, જામનગર ખાતે આગામી તા. ૨૦/૦૧/૨૦૨૩ એટલે કે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે તેમના જીવન ઝરમરની ઝાંખી કરાવતા ફોટોગ્રાફસનો પ્રદર્શન કાર્યક્ર્મ યોજવામાં આવશે. તા. ૨૦ના રોજ સવારે ૧૧:૦૦થી સાંજે ૦૭:૦૦ સુધી જિલ્લા અભિલેખાગાર કચેરી, ડેન્ટલ કોલેજની સામે, પથિક આશ્રમ, જામનગર ખાતે પ્રદર્શન યોજાશે.

આ પ્રદર્શનનો ઇતિહાસ રસિકો, વિદ્યાર્થીઓ તેમજ જામનગરની જાહેર જનતાને લાભ લેવા માટે જિલ્લા અભિલેખાગાર કચેરીના અધિક્ષક શ્રી વાય.પી. નેનુજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *