Gujarat

તા.૨૧/૦૩/૨૦૨૩ના રોજ તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

મકસુદ કારીગર,કઠલાલ
તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૧/૦૩/૨૦૨૩ને મંગળવારના રોજ મામલતદારના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજી તા.૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં જે તે મામલતદાર કચેરી, નડિયાદ (શહેર /ગ્રામ્ય) /ખેડા /કપડવંજ /મહેમદાવાદ /ઠાસરા /મહુધા /કઠલાલ /માતર /વસો /ગળતેશ્વરની કચેરીઓમાં ત્રણ નકલમાં સુવાચ્ય અક્ષરોમાં, એ/૪ કાગળ ઉપર કરવાની રહેશે.
અરજદારનો પોતાનો પ્રશ્ન હોવો જોઈએ. તેમજ ગ્રામ્ય કક્ષાએ સંબંધિત કચેરી ખાતે રજુઆત કરેલી હોવી જોઈએ અથવા પ્રશ્ન તાલુકા કક્ષાનો હોવો જોઈએ. બીજાનો પ્રશ્ન રજુ કરી શકશે નહીં. તેમજ એક જ વિષયની એક અરજી સ્વીકારવામાં આવશે, અરજદારે આધાર પુરાવા સહીત કરેલ અરજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવશે. અરજીના મથાળે “તાલુકા સ્વાગત કાર્યક્રમ” લખવાનું રહેશે. તેમજ અરજીમાં પોતાનો મોબાઈલ નંબર હોય તો તે પણ દર્શાવી શકશે. પોસ્ટ કાર્ડ કે આંતરદેશીય પત્રો વગેરે ઉપર કરેલ અરજી કરી શકશે નહીં. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કોઈપણ અરજદાર એકથી વધુ પ્રશ્નો પુછી શકશે નહી તેમજ અગાઉ લેવાયેલ પ્રશ્નો પુનઃ મોકલી શકાશે નહીં.
આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટર, સ્ટે. (મનાઈહુકમ, અપીલી, માહિતી અધિકાર અધિનિયમ, આકારણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહીં, જેની નોંધ લેવા જન સંપર્ક અધિકારી  એસ.આર.ત્રિવેદી દ્વારા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *