ગીરગઢડા
ભરત ગંગદેવ
તાલાલા તાલુકા લેઉવા પટેલ યુવા સંગઠનનું સ્નેહ મિલન આગામી તા.૨૧/૦૪/૨૦૨૩ શુક્રવારે સાંજે ૬:૦૦ વાગે ગણેશ પાર્ટી પ્લોટમાં યોજાશે.
આ સંમેલનમાં કિરીટભાઇ પટેલ(ચેરમેન-જુનાગઢ જીલ્લા સહકારી બેંક),જયેશભાઈ રાદડિયા(ધારાસભ્ય-જેતપુર),
કૌશિકભાઈ વેકરીયા(ધારાસભ્ય- અમરેલી) જનકભાઈ તળાવીયા (ધારાસભ્ય-લાઠી,લીલીયા) ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી સમાજના અગ્રિમ અગ્રણીઓ ભાગ લેશે,આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત સમાજના મહાનુભાવો યુવાનોને સામાજિક ઉપયોગી માર્ગદર્શન આપશે,આ સંમેલનમાં તાલાલા પંથકના તમામ ગામોમાંથી બહોળી સંખ્યામાં યુવાનો,અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
તાલાલા તાલુકા લેઉવા પટેલ સમાજ નાં ગૌરવવંતો આ કાર્યક્રમ સફળતાપૂર્વક દીપી ઉઠે માટે તાલાલા તાલુકા લેઉવા પટેલ યુવા સંગઠન પ્રમુખ ભુપતભાઈ હિરપરા ની રાહબરી હેઠળ સંગઠન કામે લાગી ગયું છે સુંદર આયોજન ની વ્યવસ્થા માટે તાલાળા લેઉવા પટેલ સમાજ કમર કસી કામે લાગી ગયા છે…
