ગીર સોમનાથ
તાલાલા તાલુકાના રસુલપરા ગીર ગામ રહેતા ગરીબ વિધવા મહિલાએ મજુરી કરી બચાવેલી મરણ મુડી સમાન રૂ.૬૦ હજાર રોકડા તથા સોનાના દાગીના મળી કુલ રૂ.૧.૬૦ લાખના માલમતાની કોઈ તસ્કર દોઢેક મહિના અગાઉ ચોરી કરી ગયો હતો. જેને લઈ સ્થાનીક પોલીસ ફીફા ખાંડતી હોય તેમ તસ્કર પકડી શકી ન હોવાથી થોડા દિવસો પહેલા વૃધ્ધાએ પોલીસવડા તથા મીડીયા સમક્ષ વેદના રજુ કરી ન્યાય અપાવવા માંગણી કરી હતી. ત્યારપછી એલસીબીએ બાતમીના આધારે વૃધ્ધાના ઘરે ચોરી કરનાર તસ્કરને રોકડ તથા રૂ.૩૭ હજારના મુદ્દામાલ સાથે તાલાલા શહેરમાંથી જ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


