Gujarat

થલતેજમાં બે વ્યક્તિએ વેપારી પાસેથી ૬.૩૯ કરોડનો માલ ખરીદી પૈસા ન ચૂકવતા વેપારીએ બે સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદ
થલતેજના એક વેપારી અને તેના મિત્રો પાસેથી ૬.૩૯ કરોડના ટીએમટી સળિયા ખરીદી પૈસા ન ચૂકવતા બે વ્યક્તિ સામે વિશ્વાસ ઘાતની ફરિયાદ નોંધાવી છે. થલતેજના અનુજ શરાફ ટીએમટી સળિયાનો હોલસેલમાં બિઝનેસ કરે છે. તેમના મિત્ર પણ સળિયાનો વેપાર કરતા હોવાથી તેમણે સંદિપ ચૌહાણ અને નિકેતન જાદવ નામની બે વ્યક્તિની ઓળખાણ કરાવી હતી. આ બંનેએ તેઓ પણ સળિયાનો વેપાર કરતા હોવાનું કહી માલ ખરીદ્યો હતો અને પૈસા થોડા દિવસમાં ચૂકવી આપવાનું કહ્યું હતું. આથી અનુજ શરાફ અને તેમના મિત્રો યાજ્ઞિન પટેલ, રાકેશ પટેલે પણ માલ વેચ્યો હતો. વેપારીઓએ પેમેન્ટની માગણી કરતા બંને બહાના બતાવતા હતા. તપાસ કરતા ખબર પડી કે, બંને આરોપી સળિયાઓનો વેપાર કરતાં જ નથી. આમ ઠગાઈ થયાની જાણ થતાં અનુજ શરાફે ક્રાઇમ બ્રાંચમાં સંદિપ ચૌહાણ અને નિકેતન જાદવ સામે ફરિયાદ નોંધાવી છે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *