Gujarat

દહેગામનાં દેવકરણના મુવાડા રોડ પરથી કારમાંથી ૮.૧૬ લાખનો વિદેશી દારૃ – બિયરની બોટલોના મુદામાલ સાથે ૨ બુટલેગરની ધરપકડ

ગાંધીનગર
દહેગામનાં કડજાેદરા ગામથી દેવકરણના મુવાડા તરફ જતા રોડ ઉપરથી પોલીસે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવીને સફેદ કલરની ટાટા હેરીયર ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૮૦૨ બોટલો તેમજ ૧૪૪ બિયરનાં જથ્થા સાથે કુલ રૂ. ૮.૧૬ લાખનો મુદામાલ જપ્ત કરી બે બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દહેગામ પોલીસ મથકની હદ વિસ્તારમાં થતી વિદેશી દારૂની હેરફેર તેમજ મિલ્કત સંબંધી બનતાં ગુનાઓ ઉપર અંકુશ મેળવવા માટે સેકન્ડ પીઆઈ પી જે ચુડાસમા સહીતની ટીમ રાત્રિના સમયે પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, કડજાેદરા ગામથી દેવકરણના મુવાડા તરફ જતા રોડ ઉપર સફેદ કલરની ટાટા હેરીયર ગાડીમાં વિદેશી દારૃના જથ્થાની હેરફેર થવાની છે. જે અન્વયે પોલીસ ટીમે વોચ ગોઠવી દેવામાં આવી હતી. ત્યારે ઘણીવાર સુધી કાગડોળે રાહ જાેયા પછી બાતમી મુજબની સફેદ કલરની ટાટા હેરીયર કારને (જીજે૦૧ડબ્લ્યુજી ૭૨૧૩) ને કોર્ડન કરીને બે ઈસમો સાથે ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે પોલીસે બંનેની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ મહેશ નટવર કલુસવા (રહે. બાલીદીયાંગાવ, ડુંગરપુર ) તેમજ સતીષ પ્રભુલાલ તવીયાડ(રહે. ગેડગાવ, ડુંગરપુર) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે કારની તલાશી લેતાં અંદરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૮૦૨ બોટલો તેમજ બિયરની ૧૪૪ બોટલો મળીને કુલ રૂ. ૧ લાખ ૮ હજારનો દારૃ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે પોલીસે બંનેની ધરપકડ કરી કાર સહિત કુલ રૂ. ૮.૧૬ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *