Gujarat

દાંતા તાલુકાના અનેક ગામડાઓ માં નળ સે જલ યોજના હજુ પહોંચી નથી પાઇપલાઇન લગાવી શોભાના ગાંઠિયા સમાન

*પાણી નાં ટાંકા બનાવ્યા છે નલ નખાયા છે પરંતુ પાણી ક્યાં છે…?*
 દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમા પીવાના પાણીના પોકારો સામે આવી રહ્યા છે હેડપંપ પર આદિવાસી મહિલાઓની પાણી ભરવા કતારો હોય છે દિવસ ભરની મજૂરી બાદ પીવાના પાણી માટે લાઇનમા ઊભા રહેવું પડે છે.. હેડપંપ માં પણ ધીરે ધીરે પાણી આવતા લોકો કલાકો સુધી લાઈન માં ઊભા રહી પાણી ભરી રહ્યા છે. જોકે આ વિસ્તારમાં નળ છે જલ યોજનામાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી ના કરાતા લોકોના ઘર સુધી મળશે જલ યોજના નું પાણી હજી પહોંચ્યું નથી પાણી માટેના ટાંકા બનાવવામાં આવ્યા છે પાઇપો નાખવામાં આવી છે ઘર આગળ નળ લગાવવામાં પણ આવે છે પરંતુ પાણી માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે અનેક ગામડાઓમાં આ નળશે જળ યોજના માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે.
 *બોક્સ..*
*નળ સે જળ યોજના છેલ્લા બે વર્ષ થી ચાલુ છે પરંતુ કામ પૂરું થયું નથી જેથી લોકો પરેશાન છે.*
બનાસકાંઠા માં 14 તાલુકાઓ માં 74 કરોડ નાં ખર્ચે નળ સે જલ યોજના નું કામ કરાયું હોવાની માહિતી મળી રહી છે. દાંતા તાલુકામા પીપળી વાળી વાવ કુવારસી ખેરમાલ હાથી પગલાં તળેટી સહિત અનેક ગામોમા નળ સે જળ યોજના અમલ માં છે.  પાણી નાં ટાંકા બનાવ્યા છે નલ નખાયા છે પરંતુ પાણી પહોંચ્યું નથી…નળ સે જળ યોજના ના નળ તો પહોંચ્યા છે.પરંતુ ટાંકા ખાલી છે નળમાં પાણી નથી હેડ પંપો સુકાઈ ગયા છે અને અન્ય કોઈ પાણીની વ્યવસ્થા નથી જેથી અંતરિયાળ વિસ્તારના લોકોની માગણી છે કે યોજનાનું પાણી ઘર સુધી પહોંચે
સરકાર યોજનાઓ થકી પાણી માટે પ્રયાસ કરી રહી છે.જોકે આ યોજનાઓ હજુ છેવાડા નાં ગામો સુધી પહોંચી નથી.આ.વિસ્તારોમાં પાણીના સુવિધા ન હોવાને કારણે હેડ પંપ પરથી પાણી ભરવું પડે છે ..આ યોજના છેલ્લા બે વર્ષ થી ચાલુ છે પરંતુ કામ પૂરું થયું નથી જેથી લોકો પરેશાન છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20230511_205435.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *