Gujarat

દાંતા તાલુકાના વસી ખાતે તાલુકા આરોગ્ય કચેરી દાંતા દ્વારા આયુષ્માન કાર્ડ માટે કેમ્પ રાખવામાં આવ્યું* 

સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે જેના થકી લોકો વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે તે હેતુથી સરકાર દ્વારા વિવિધ સ્થળે યોજનાઓ થકી તેનો લાભ તમામ લોકોને મળી શકે તે હેતુથી કેમ્પો પણ યોજતા હોય છે ત્યારે સ્વાસ્થ્ય સુવિધાઓ ને લઈને પણ સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. અને લોકોને પૂર્તિ સ્વાસ્થ્ય સુવિધાઓની લાભ સરકાર વતી મળી શકે તે હેતુથી સમય સમય પર કેમ્પો પણ યોજાતા હોય છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં વસી ગામે આરોગ્ય ની સુવિધાઓ લોકોને મળી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ માટે કેમ્પ રાખવા મા આવ્યો હતો.
 તાલુકા આરોગ્ય અધિકરી નિશાબેન ડાભીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાંસા દ્વારા વસી ગામે આયુષ્માન ભારત યોજના હેઠળ કેમ્પ રાખવામાં આવેલ જેમાં ગામના તમામ લોકોને અગાઉ જાણ કરી તમામ લોકોના કાર્ડ કાઢવામાં આવેલ તેમાં કુલ 50 ઉપર કાર્ડ કાઢવામાં આવ્યા હતા અને યોજના બાબતે લોકોને જન જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ સુપરવાઈઝર તેમજ સી.એચ. ઑ તેમજ એમ.પી.એચ. ડબલ્યુ તેમજ એફ.એચ. ડબલ્યુ તેમજ તમામ આશાઓ દ્વારા ખુબજ સારો સહયોગ આપ્યો હતો.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20230509-WA0006-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *