Gujarat

દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
રાષ્ટ્રીય તહેવાર ગણતંત્ર દિવસ નિમિત્તે, દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા સંચાલિત શાળાઓ અને મદરેસામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ધ્યેય ક્ષત્રો અને સામાન્ય લોકોમાં સંવિધાન પ્રત્યેની આસ્થાની ભાવના વધારવા તેમજ ભારતીય બંધારણ મુજબ જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે. રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવીને અને રાષ્ટ્રગીત સાથે સલામી આપી વિદ્યાર્થીઓએ સતત આગળ વધવાનો સંદેશ લીધો હતો.
દાવતે ઈસ્લામી ઈન્ડિયા હેઠળ ચાલતી દારુલ મદીના ઈંગ્લીશ સ્કૂલ અને જમીઆતુલ મદીનાની તમામ શાખાઓમાં પ્રજાસત્તાક દિવસની સવારે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાવતે ઈસ્લામી ઈન્ડિયાના વિવિધ હોદ્દેદારોએ પણ પોતપોતાના શહેરોમાં આ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સમાજ અને દેશની પ્રગતિ માટે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
 મદરસતુલ મદીના ફૈઝાને દરિયાઈ દુલ્હા ખાતે બાલાસિનોર પી.આઈ એ એન નિનામા દ્વારા ધ્વજવંદન કરાયું જ્યારે સમારોહ માં એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો. આ પ્રસંગે પીએસઆઇ આર કે ભરવાડ અન્ય પોલીસ કર્મચારીઓ તથા નાઝીમ હાફિઝ સાલીમ તથા અન્ય મોબલ્લીગો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Screenshot_2023-01-28-18-36-59-53_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *