Gujarat

દિવ્યાંગ ઉમેદવારો માટે તા.૧૧-૦૫-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી એસ.જી.બ્રહ્મભટ્ટ બધિર વિદ્યા વિહાર, ડભાણ રોડ, નડિયાદ ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે

જરૂરી લાયકાત ધરાવતા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો રોજગાર મેળામાં ભાગ લઈ શકશે
**
રોજગાર સંદર્ભે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીના હેલ્પલાઇન નં.૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવો
**
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ખેડા-નડિયાદ તથા  એસ.જી.બ્રહ્મભટ્ટ બધિર વિદ્યા વિહાર-નડિયાદના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૧-૦૫-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી એસ.જી.બ્રહ્મભટ્ટ બધિર વિદ્યા વિહાર, યોગીનગર, નાનીફાટક પાસે, ડભાણ રોડ, નડિયાદ, જિ.ખેડા ખાતે રોજગાર ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર મેળામાં નિર્ધારિત લાયકાત ધરાવતાં ફક્ત દિવ્યાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે.
આ રોજગાર ભરતીમેળામાં ખેડા જિલ્લાના તેમજ જિલ્લા બહારના નોકરીદાતાઓ દ્વ્રારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરના ધો. ૮ પાસ/૧૦ પાસ/૧૨ પાસ/ આઈ.ટી.આઈ-કોપા, તથા અન્ય કોઇ પણ વિદ્યાશાખાના સ્નાતક જેવી લાયકાત ધરાવતા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો ભાગ લઇ શકશે.
અસ્થિ વિષયક દિવ્યાંગતા (કમરના ઉપરનાં ભાગ અને કમરની નીચેનાં ભાગ એમ બંન્ને પ્રકારની સાથે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો) તથા પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઇ શકશે નહી. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF511653698 છે.
રોજગાર સંદર્ભે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીના હેલ્પલાઇન નં.૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જિલ્લાનાં જ દિવ્યાંગ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે એમ જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *