Gujarat

દિવ્યાંગજન માટે જયપુર ફૂટ  (કૃત્રીમ પગ) તથા કેલિપર્સની નિશુલ્ક તપાસ અને વિતરણ કેમ્પ તા-25  થી 28 માર્ચ સુઘી  બાવળામાં યોજાઈ ગયો.   

ન્યુ વે એજ્યુકેશનલ ઍન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકા* અને શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ (જયપુર ફૂટ સેન્ટર, અમદાવાદ) ના સંયુક્ત ઉપક્રમે *દિવ્યાંગજન માટે *જયપુર ફૂટ  (કૃત્રીમ પગ) તથા કેલીપર્સની નિશુલ્ક તપાસ અને વિતરણ* કેમ્પમાં સમગ્ર ગુજરાતના  દિવ્યાંગ ભાઇ બહેનોને કૃત્રીમ પગ તથા કેલીપર્સની જરૂરિયાતમંદ લોકોને તા-25  થી 28 માર્ચ ( ચાર દિવસ)સુઘી  સ્થળ જલારામ મંદિરની વાડી બાવળા  મુકામે આપવામાં આવ્યાં હતાં.. જેમાં ઇન્ટરશીપમાં આવતી ગુજરાત યુનિવર્સિટની MSW વિદ્યાર્થિની દ્વારા દરેક લાભાર્થી નું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા આવનાર દરેક લાભાર્થીની ચા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ડોકટર ટીમની રહેવાની વ્યવસ્થા આનંદધામ મુકામે કરવામાં આવી હતી.કેમ્પના સમય દરમ્યાન લલિત જૈન, અશોકભાઈ રાઠોડ APMC DIRECTOR,P D.PATEL પૂર્વ પ્રમુખ બાવળા, સુનીલ દેસાઈ, દીપક પાંડવ, હરીશભાઇ પરમાર પૂર્વ પ્રમુખ ધોળકા,જગદીશભાઈ ઓઝા,પ્રણવ શાહ,  ભાવિન પરમાર પ્રમુખ ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.નિલેશ પરમાર, મુકુંદ દિક્ષિત, ભીખાભાઈ લકુમ દ્વારા કેમ્પમાં સેવા આપી હતી. લાભાર્થીને સ્થળ પર જ અસેસ્મેન્ટ કરી સ્થળ પર જ કૃત્રિમ પગ તથા કેલિપર્સ આપવામા આવ્યા. ઉપસ્થિતિ દરેક મહેમાનોનું બૂકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં ફોટોકીના કેમિકલ્સ પ્રા.લી. તથા ખ્યાતિ કેમિકલ્સ પ્રા લિ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. *સંસ્થાના પ્રમુખ શ્રી ભાવિન પરમાર દ્વારા દરેકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.*

IMG-20230329-WA0128.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *