દીપક ફાઉન્ડેશન દ્વારા મિરેકલ ફાઉન્ડેશન ઇન્ડિયા અને યુનિસેફના સહયોગથી ગુજરાતમાં કુટુંબ આધારિત અને વૈકલ્પિક સંભાળ કાર્યક્રમ અંતર્ગત બાળકોને તેમના પરિવારથી છુટ્ટા પડતા રોકવા અને તેઓ પોતાનાં પરિવારમાં જ સુરક્ષિત રહી શકે તે માટે પહેરેદારી કરી શકે તે હેતુથી છોટા ઉદેપુર તાલુકાના દુમાલી જૂથ પંચાયતના જલોદા, ગૂંગાવાડા, મોટી દુમાલી, નાની દુમાલી અને ખોડીવલ્લી ગામમાં પાયલટ પ્રોજેક્ટ કાર્યરત છે. જેમાં ગામના તમામ બાળકોને સુરક્ષા પ્રદાન કરી શકાય તે હેતુથી બાળ પંચાયતની રચના અને ગ્રામ્ય સ્તરની બાળ સુરક્ષા સમિતિને કાર્યાન્વિત કરેલ છે. આ ગામોમાં સ્વયંસેવકોનું પણ એક ગ્રુપ છે જે વંચિત બાળકો અને પરિવારોને એમની આર્થીક સધ્ધરતા , આરોગ્ય અને માનસિક આરોગ્ય , શિક્ષણ તથા જીવનશૈલીમાં રહેલ જોખમો અને બાળ સુરક્ષા તેમજ ગામના લોકો તથા બાળ સુરક્ષા સમિતિઓને મદદરૂપ થઇ રહ્યું છે. ઉક્ત ગામોમાં ગત ૩ વર્ષ દરમ્યાન બાળ પંચાયત અને ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિના સભ્યો અને વોલન્ટીયરસ એ પ્રોજેક્ટ અંતર્ગત કરેલ કામગીરી, એમના અનુભવો, અને ભવિષ્યનાં કરવાની કામગીરી અંગેનાં આયોજન માટે પ્રસાર કાર્યશાળા (Dissemination Workshop)નું તા. 15મી માર્ચ 2023 ના રોજ વનાંચલ રોસોર્ટ , જામ્બુઘોડા, છોટા ઉદેપુર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ.
ઉક્ત વર્કશોપમાં યુનિસેફ ગાંધીનગરથી સ્ટેટ કન્સ્લટન્ટ શ્રી હિમાલીબેન લેઉવા, , જિલ્લા બાળ સુરક્ષા એક્મ,છોટા ઉદેપુરના અધિકારીશ્રી રવિદાસભાઈ રાઠવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટા ઉદેપુરના જિલ્લા આજિવિકા મિશનના મેનેજરશ્રી કેતન ભાઈ પંડિત, આસિ. મેનેજરશ્રી નરસિંહભાઈ રાઠવા, સ્વચ્છ ભારત મિશનના એચ.આર.ડી. કન્સ્લટન્ટ શ્રી અલ્પેશભાઈ રાઠવા, દુમાલિના જુથ પંચાયતના માજી સરપંચશ્રી બકાભાઈ રાઠવા, પાલ્સંડા પંચાયતના ટિંકા ભાઈ રાઠવા, કડાછલા પંચાયતના જાગૃતિબેન ઠાકોર, કોસિન્દ્રા પંચાયતના વૈશાલિબેન પંચાલ, અથવાલિ જુથ પંચાયતના જલ્પાબેન પટેલ, મિરેક્લ ફાઉડેશનના સ્ટેટ લિડશ્રી ગીતાબેન દેસાઈ, આસી. મેનેજર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ સોનલબેન ચૌહાણ , , આસી. મેનેજર સ્ટેટ ટ્રેનિગ એન્ડ કવાલિટી એશ્યોરન્સ જ્યેશભાઈ મુધવા,આસી. મેનેજર એમ, ઈ.એલ કૃનાલભાઈ પટેલ, દીપક ફાઉન્ડેશનના ટીમ લિડરશ્રી મનોરમાબેન જયસ્વાલ ઉપસ્થિત રહ્યા હતાં.
જિ.બા.સુ. એક્મના અધિકારીશ્રી રવિદાસભાઈ રાઠવાએ બાળ સુરક્ષા અને અધિકારો બાબત વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ ગ્રા. બા. સુ.સમિતિ ના પ્રશ્નોના નિવારણ માટે માર્ગદર્શન આપ્યુ હતુ. ડી.આર. ડી.એ. જિલ્લા આજિવિકા મિશનના મેનેજરશ્રી કેતન ભાઈ પંડિતએ NRLM અંતગત આજિવિકા માટેની વિવિધ યોજનાઓનિ વિસ્તૃત જાણકારી આપેલ, સ્વચ્છ ભારત મિશનના એચ.આર.ડી. કન્સ્લટન્ટ શ્રી અલ્પેશભાઈ રાઠવાએ ઘરે ઘરે શૌચાલય બનાવવા માટેના ફોર્મ અને તેની મંજુરી માટે ચર્ચા કરેલ
કાર્યક્ર્મમાં ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ અને બાળ પંચાયત સભ્યોએ સમિતિ અને પંચાયતનું ગઠન અને સંચાલન વીસીપિસી અને બાળ પંચાયતે કરેલા કામો તથા હાલ કાર્યરત કામગીરીની તેમજ આગામી આયોજનની રજુઆત કરેલ કાર્યક્ર્મનું સંચાલન શ્રી ગીતાબેન દેસાઈ અને શ્રી મનોરમાબેન જયસ્વાલએ કરેલ. કાર્યક્ર્મ વ્ય્વસ્થાપન પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી મહેશભાઈ દવે અને ડેવલપમેન્ટ પ્રમોટર્સ શ્રી કુલદીપ રાઠવા અને તેજલબેન રાઠવાએ કરેલ.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


