દીપસેવા ચે. ટ્રસ્ટ,અમરેલી દ્વારા ૧૨ અનાથ દિકરા – દિકરીઓના વિનામુલ્યે શનિવારે સમુહ લગ્નોત્સવ અમરેલીમાં યોજાશે. સમાજ સેવાનો મંત્ર એજ સદકર્મ ને જીવનમાં ઉતારી દિપસેવા ચેરીટેબલ ટ્રસ્ટ – અમરેલી ( ગુજરાત ) દ્વારા તા.૧૮-૦૩-૨૦૨૩ ને શનિવારે સાંજના એરોડ્રામની બાજુમાં આવેલ પંચવટી ફાર્મ હાઉસમાં ૧૨ અનાથ દિકરા – દીકરીઓના યોજાનાર વિનામુલ્યે સમુહ લગ્નોત્સવમાં સંતો, જન પ્રતિનિધિઓ,વિવિધ સંસ્થાઓના આગેવાનો,અધિકારીઓ,અને દાતાઓ,સમાજ શ્રેષ્ઠીઓ,સ્વયમ્ સેવકો ઉપસ્થિત રહીને પ્રભુતામાં પગલા માંડનાર નવદંપતીઓને શુભકામના – આશીર્વાદ અને અભિનંદન પાઠવશે. આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે ની તમામ તડામાર પૂરજોશમાં થઈ રહી હોવાનું દિપસેવા ચે.ટ્રસ્ટના હોદેદારો વતી હરેશભાઈ સોલંકીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું. ( અહેવાલ અતુલ શુક્લ દામનગર.)


