Gujarat

દેશના માનનિય વડાપ્રધાનશ્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનિય અધ્યક્ષશ્રી ના ડિઝીટલ ભારતના પ્રકલ્પમાં વધુ એક સેવા ઉમેરાઇ…

કોરોના મહામારી દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ ડિઝીટલ દર્શન સેવા નો લ્હાવો ઘરેબેઠા કરોડો ભક્તો એ લીધેલો હતો. ત્યાર બાદ દેશ-વિદેશમાં શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પર્વ તહેવારો દરમીયાન ભગવાન સાથે નૈકટ્યતા નો અનુભવ કરી શકે, તેવા શુભાશય સાથે ઓનલાઇન દર્શન પૂજા વિગેરે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે. હાલ માં જ મહા શિવરાત્રિ પર્વે શરૂ કરાયેલી ઓનલાઇન બીલ્વ પૂજા સવાલાખ શિવભક્તો એ નોંધાવી એક અનોખો રેકોર્ડ સંસ્થાપીત કર્યો છે.

                યાત્રી પ્રતિભાવો અને વિનંતીઓને ધ્યાને રાખી ઓનલાઇન પ્રસાદ, વસ્ત્ર પ્રસાદ, બિલ્વ પૂજા, ભાલકા મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના લાઇવ દર્શન વિગેરે શરૂ કરવામાં આવેલ જેમને ખુબ સારો પ્રતિસાદ સાંપડેલ છે.

                આજરોજ ભક્તોની વિનંતી ને ધ્યાને લઇ ત્રિવેણી સંગમ સમિપ શ્રી રામ મંદિર જ્યાં ભગવાન શ્રી રામ માતા સીતા અનુજ લક્ષ્મણ અને દાસ હનુમાનજી સાથે બિરાજમાન હોય, ત્યારે આ મંદિરના લાઇવ દર્શનનો પ્રારંભ સુપ્રસિદ્ધ કથાકાર પૂ.મોરારી બાપુ ના કર કમળો થી કરવામાં આવેલ હતો. લોન્ચીંગ વિડિયોનું અનાવરણ જીલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાના વરદ હસ્તે કરવામાં આવેલ હતું, ત્યાર બાદ પૂ.મોરારી બાપુ એ કેમેરા રીબીન ખોલી અને લાઇવ દર્શનનો પ્રારંભ કરાવેલ હતો. આ પ્રસંગે ટ્રસ્ટી પ્રો. જે ડી પરમાર, ટ્રસ્ટી પી.કે. લહેરી એ મોરારી બાપુ નુ શાલ ઓઢાડી સ્વાગત સન્માન કરેલ હતું.

                પૂ.બાપુ એ આશિર્વચન આપતા જણાવેલ હતું, કે દ્વાદશ જ્યોતિર્લિંગની જ્યોતીથી વિશ્વને પ્રકાશ અને પ્રેરણા  આપે છે, જેમાં સોમનાથ નું સ્થાન પ્રથમ છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. સોમનાથ ટ્રસ્ટનો સંકલ્પ હતો, પ્રભાસની પાવન ભૂમિમાં શ્રી રામ મંદિર બને, આ સંકલ્પનુ સાકાર સ્વરૂપ શ્રી રામ મંદિર દિવ્ય નથી, ભવ્ય નથી, શૈવ્ય છે સેવા કરવા માટે સર્વોત્તમ છે. આ પ્રતિષ્ઠામાં હું ઉપસ્થીત રહેલ તે મારા માટે સૌભાગ્યની વાત છે. સોમનાથ ના દર્શન તો દેશ-વિદેશમાં ભક્તો કરી રહ્યા હતા, પણ શિવ ના ઇષ્ટ રામ, રામ ના ઇષ્ટ શિવ આ હરિ હર ના દર્શન ભક્તો કરશે, આ પ્રસંગસાક્ષી બનવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટનો સાધુ વાદ વ્યક્ત કરેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *