જામકંડોરણામા કરોડ ખર્ચ બનેલાં રીવરફ્રન્ટની સ્થાનિક તંત્ર ના પાપે દુર્દશા બેઠી
જામકંડોરણા અને જસાપર વચ્ચે આવેલી ઉતાવડી નદી ના તટ પર જામકંડોરણા ની આમ પ્રજા માટે સરકાર દ્વારા કરોડ ના ખર્ચે રીવરફ્રન્ટ બનાવવામા મંજૂર કરવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટરો ની કરામતો ભ્રષ્ટાચારીયો ની મિલીભગત થી ભ્રષ્ટાચાર થી ભરપૂર એવો રીવરફ્રન્ટ જામકંડોરણા ની પ્રજા ને ધાબડી દીધો હતો આજે રિવરફ્રન્ટ સાફ સફાઈના અભાવે કચરા અને ગંદકીના ઢગ સર્જાયા છે. તેમજ જામકંડોરણા ની ગટરનું ગંદું બદબુદાર સીધેસીધું પાણી ઉતાવડી નદીમાં છોડવામાં આવે છે. જેના કારણે આ નદીનું પાણી દુષિત થતા દુર્ગંધ ફેલાય છે. જામકંડોરણાનુ સ્થાનિક તંત્ર ની આળસ કહો કે અણઆવડત હાલ આ નદી અને રીવરફ્રન્ટની આસપાસ ફેલાયેલી ગંદકી દુર કરવામાં ન આવે તો તેના કારણે આ વિસ્તારમાં રોગચાળો પ્રસરવાની પણ ભીતિ રહેલી છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં કચરો અને ગંદકી નિયમિત સાફ કરવામાં નહી આવતા સ્થાનિક લોકોમાં તંત્ર વિરુદ્ધ ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
હાલમાં જામકંડોરણા કોરોનાનો પગ પસારો થઈ ગયો છે બીજી તરફ આ નદી ગંદકી રીવરફ્રન્ટ ની દુર્દશા ના કારણે બીજી બિમારી ને આમંત્રણ આપી રહ્યું છે. તંત્ર દ્વારા સ્વચ્છતા અંગે ની મોટી મોટી બુલબાંગો ફુંકવામાં આવી રહ્યા છે. તંત્ર ના કોઈ પણ અધિકાર ને સ્વચ્છતા અંગે ના પાઠ શીખવા હોય તેને જામકંડોરણા ખાતે આવેલા રીવરફ્રન્ટ ની એક વાર અવશ્ય મુલાકાત લેવી તેવી સ્થાનિક લોકોએ તંત્ર વિરુદ્ધ રજુવાત કરી છે


