Gujarat

ધંધુસરમાં મામાદેવના મંદિર તરફ જતા રસ્તામાં રૂ. ૫.૫૦ લાખના ખર્ચે પુલિયાનું નિર્માણ કરાશે

વંથલી તાલુકાના ધંધુસરમાં મામાદેવના મંદિર તરફ જતા રસ્તામાં રૂ. ૫.૫૦ લાખના ખર્ચે નાળાપુલિયાનું નિર્માણ કરવામાં આવશે. જન સુવિધામાં વધારો કરનાર આ કામને વર્ષ ૨૦૨૩-૨૪ના ૧૫ % વિવેકાધીન (સામાન્ય) જોગવાઈના અનુદાન હેઠળ આવરી લેવામાં આવ્યું છે. તેને જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આમ, આ પુલીયાના નિર્માણથી લોકોની સુવિધામાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *