ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે મુખ્ય બજારમાં આવેલી પરશુરામ ભગવાનની મૂર્તિ સ્થાને પરશુરામ ભગવાનની જન્મ જયંતી નિમિત્તે વિશેષ પૂજા અર્ચના પરશુરામ પરિવાર અને બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો વડીલો તથા મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરશુરામ પરિવાર દ્વારા ગામજનોને અપીલ કરવામાં આવી હતી કે પરશુરામ જન્મ જયંતી નિમિત્તે પ્રત્યેક ગામજનો તેમની ઘરના આગળ એક દિપક પરશુરામ ભગવાન ના માટે તેમના ઘર ના છત પર પ્રગટાવે તેવી અપીલ પરશુરામ પરિવાર દ્વારા કરવામાં આવી હતી અને આ મુવીમાં મોટી સંખ્યામાં ગામજનો તથા બ્રહ્મ સમાજ જોડાયું હતું
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*