(સોસીયલ મીડિયામાં વૉટ્સએપ ગ્રુપમાં શ્રી રામ ભગવાન ઉપર ટિપ્પણી)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા)
ભારત એની ઐતિહાસિક સંસ્કૃતિમાં સમાયેલી વિવિધતા અને એના થકી સંકલિત બનતી એકતા માટે વિશ્વ આખામાં સન્માનપૂર્વક જોવાતો દેશ છે. દેશનો સંવિધાનિક કાયદો ધાર્મિક સ્વતંત્રતા અને સૌ પ્રત્યે સમાનતા દાખવતો વિશ્વ આખાને પ્રેરણા આપતો ઉમદા કાયદો છે ત્યારે અમુક તત્વો હંમેશા હાઈલાઈટમાં રહેવાના આશયથી કે પોતાના અહમ ને સંતોષવાનાં બદ ઈરાદાઓથી કાયદા વિરુદ્ધ ધાર્મિક લાગણીઓ દુભાવતા બફાટ કરતાં હોય છે. ધ્રાંગધ્રાનાં એક વોટ્સએપ ગ્રુપમાં નાગાર્જુન બૌદ્ધ નામના વ્યક્તિ દ્વારા હિંદુઓનાં આરાધ્ય એવા શ્રી રામ ભગવાન ઉપર અણછાજતી ટિપ્પણી કરી કોઈ પોસ્ટ વાઇરલ કરી હતી જેને ધ્યાને લઈને એ જ ગ્રુપમાં રહેલા ક્ષત્રિય યુવાન રામદેવસિંહ ઝાલાએ આ ટિપ્પણીને ગંભીર ગણી પોતાના ધર્મની લાગણીઓ દુભવવા બાબતની ધ્રાંગધ્રા પોલીસ સમક્ષ અરજી કરી પોસ્ટ કરનાર શખ્સ વિરુદ્ધ કાયદાકીય ફરિયાદ નોંધવાની માંગણી કરી હતી.
રામદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ દેશ વિશ્વમાં સર્વ ધર્મ સમાનતાની અનોખી મિશાલ છે અને બાબા સાહેબે ધાર્મિક સ્વતંત્રતા બક્ષી ને કોઈ પણ ધર્મ ની લાગણી દુભાવનાર માટે જોગવાઈઓ ટાંકેલી છે ત્યારે તાલુકાની એકતા ભંગ કરે એવું વાતાવરણ ઉભું કરતા આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તો જ ભવિષ્યમાં આ પ્રકારના અન્ય ઉપદ્રવીઓને પાઠ મળશે.


