Gujarat

ધોરણ-૯ માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીઓને સાયકલ ભેટ આપવા માટેની યોજના રાજ્યમાં અમલમાં ઃ આદિજાતિ વિકાસ મંત્રી કુવરજી હળપતિ

વિધાનસભા ગૃહમાં અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની યોજના અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા આદિજાતિ વિકાસ મંત્રી કુવરજી હળપતિએ જણાવ્યું હતું કે, ધોરણ-૯ માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીઓને સાયકલ ભેટ આપવા માટેની યોજના રાજ્યમાં અમલમાં છે. છેલ્લા બે વર્ષમાં આ યોજના અંતર્ગત તાપી જિલ્લામાં ૪૪૬૬ વિદ્યાર્થીનીઓને સાયકલ ભેટ આપવામાં આવી છે અને તેની પાછળ કુલ રૂ.૧૯૨.૯૨ લાખ ખર્ચ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *