Gujarat

ધોરાજી- ઝાંઝમેર ગામમાં કાયમી તલાટીની નિમણુક ન કરાતા ગ્રામપંચાયતને તાળાબંધી

રાજકોટ
ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં છેલ્લા ઘણા સમયથી તલાટીની કાયમી નિમણૂક કરવામાં નથી આવી. આ અંગે ગ્રામજનો અને ખાસ કરીને ખેડૂતોએ સરપંચ સહિત ગ્રામ પંચાયતના તમામ સભ્યોને વારંવાર રજૂઆતો કરી હતી. પરંતુ ગામમાં કાયમી તલાટીની નિમણૂક નહીં થતા અને વારંવારની રજૂઆતોથી કંટાળેલા ગ્રામજનોએ ગ્રામ પંચાયતની તાળાબંધી કરી હતી. નવાઈની વાત એ છે કે ૫ હજારની વસ્તી ધરાવતા આ ઝાંઝમેરા ગામમાં કાયમી તલાટી નહીં હોવાથી ખેડૂતો સહિત અન્ય લોકોને અમુક દસ્તાવેજાે માટે છેક ધોરાજી સુધી ધક્કા ખાવા પડે છે. ત્યારે માગ નહીં સંતોષાતા આખરે લોકોએ ગ્રામ પંચાયતની તાળાબંધી કરી છે.આ તરફ ગામના સરપંચે પણ તાલુકા વિકાસ અધિકારીને આ અંગે પત્ર લખી કાયમી તલાટીની નિમણૂક કરવા માગ કરી છે. સાથે જ જાે આગામી ૧૫ દિવસમાં તલાટીની નિમણૂક નહીં કરવામાં આવે તો સરપંચ, ઉપસરપંચ સહિત આખી બોડી રાજીનામું આપશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *