સંબંધિત ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર આંટો મારી, ગાંઠિયા ખાઈને ચાલ્યું ગયું !!
પેટા
સરકારના આ તંત્રના સંબંધિતઓ ગાંઠિયા અને આર્થિક એમ બંને રીતે ધરાયાના લોકમુખે વહેતા થયેલા આક્ષેપો તપાસવા જેવા
ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે ગાંઠિયા ખાવા ઉમટી પડતાં લોકોના વિશ્વાસ હચમચી જાય તેવી વિગતો જાગૃત લોકોમાં વહેતી થતાં ચકચાર જાગી છે. એટલુંજ નહીં આ વાત રોકવા જેઓની જવાબદારી છે તેવા સરકારી અધિકારીઓ પણ ગાંઠિયા ઝાપટી, આર્થિક રીતે પણ ધરાઈને નાની પરબડીથી ચુપચાપ ચાલ્યા ગયાની લોકચર્ચાઓની તપાસ કરવા જાગૃત લોકોમાં માંગ ઉઠી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધોરજીના નાની પરબડી ગામે એક, બે વેપારીના વણેલા અને ફાફડા ગાંઠિયા ખૂબ વખણાય છે. એ કારણે રાજકોટ જિલ્લાના અમુક તાલુકાઓ કે જે ધોરાજી નજીક આવેલા છે તે તમામ ગામો અને શહેરના લોકો મોડી રાત્રિ સુધી ગાંઠિયા ખાવા નાની પરબડી પહોંચે છે. અને ગાંઠિયા ખાઈ લીધા પછી વેપારીના બે મોઢે વખાણ કરે છે.
પણ કોઈનો સમય સરખો હોતો નથી અને સુખ-દુઃખ આવ્યા કરે તેમ વકરો વધી જતાં ગાંઠિયાને વધુ ટેસ્ટી બનાવવા સ્થાનિકોના આક્ષેપો મુજબ વેપારી જે વસ્તુ ખેતીમાં વપરાઇ છે અને ગમે તેવા પાકને પોષણ આપવા ગજબની તાકાત ધરાવે છે તે “યુરિયા”નો (ગાંઠિયાને મુલાયમ અને સુંવાળા કરવા ?) ગાંઠિયાના લોટમાં ઉપયોગ કરતાં હોવાની વાત બહાર આવતા સમસ્ત ધોરાજી, નાની પરબડી અને અહી ગાંઠિયા ખાઈ ગયેલા ગાંઠિયાના શોખીનોમાં દેકારો બોલી ગયો છે. બધા અત્યારે એક જ વાત પૂંછી રહ્યા છે કે હે, ગાંઠિયામાં યુરિયા ? ભેળવાય છે. યુરિયા તો માનવ શરીરને લાંબે સમયે ભારે નુકશાની પહોંચાડે છે, બાપ.. રે.. આપણે શું ખાઈ આવ્યા ? ગાંઠિયા કે યુરિયા ?
વાત અહી પૂરી નથી દોસ્તો, એક બિનસત્તાવાર રીતે એવી પણ લોકમુખે ચર્ચાઓ જાગી છે કે, તાજેતરમાં લાગતું વળગતું ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્રના અમુક અધિકારીઓ નાની પરબડી ખાતે ગાંઠિયા ખાવા પહોંચ્યા હતા. અને આવા અધિકારીઓની ધ્યાનમાં ગાંઠિયામાં યુરિયા ભેળવાતું હોવાની વાત બહાર આવી હતી.
પણ આ સમયે કોઈ કાર્યવાહી કરવાને બદલે આ અધિકારીઓ અને ગાંઠિયા અને ભરપેટ આર્થિક હિત સાચવીને ચાલ્યા ગયા હતા. આપણાં દેશમાં લોકશાહીનું રાજ છે અને લોકશાહીમાં ગમે તે માણસને બોલવાની, આક્ષેપો કરવાની છૂટ છે. પણ આક્ષેપો વજૂદવાળા છે કે પાયાવિહોણા ? તે જાણવા ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતાના ઉચ્ચ અધિકારીઓએ તપાસ તો કરવી જ જોઈએ અને દૂધનું દૂધ, પાણીનું પાણી તો કરવું જ જોઈએ તેવું જાગૃત લોકો કહે છે.
( ફોટો હરેશ ભાલીયા )

