Gujarat

ધોરાજી પંથકમાં જળસંગ્રહ માટે બનાવાયેલા ચેકડેમમાંથી પાણી વહી જતાં હાલાકી

રાજકોટ
એક તરફ સરકાર ‘જળ બચાવો’ ‘જળ એ જ જીવન છે’ એવી જાહેરાતો કરતી હોય છે પરંતુ બીજી તરફ ધોરાજીમાં અનેક ચેકડેમો એટલા બિસ્માર અને જર્જરીત હાલતમાં છે કે આ ચેકડેમોમાંથી જ પાણી વહી જાય છે. ત્યારે પાણી સંગ્રહ કરવાની તો વાત દૂર. અહીં તો ડેમને સુધારવાની પણ તંત્ર દ્વારા તસ્દી લેવાઈ રહી નથી. અહીં ચેકડેમોની હાલત જાેઈને એટલુ તો સમજી શકાય કે આ ચેકડેમ બિસ્માર થઈ ચુક્યા છે. જર્જરિત થઈ ગયા છે. ધોરાજી પંથકમાં સરકારે લાખો રૂપિયાના ખર્ચે ચેક ડેમો તો બનાવ્યા. જેનો હેતુ એ હતો કે આ ચેકડેમમાં વરસાદી પાણી ભરાય અને જે પાણીનો સંગ્રહ થાય તે શિયાળુ અને ઉનાળુ પાકના પિયતમાં ખેતીમાં કામ લાગે પરંતુ ચેકડેમોની હાલત અત્યંત બિસ્માર બની ચૂકી છે. ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકના અનેક ચેકડેમો જર્જરિત હાલતમાં છે, વરસાદી સિઝનમાં વરસાદી પાણી ભરાય છે પરંતુ ચેકડેમમાં લીકેજ હોવાના કારણે અને ચેકડેમોમાંથી પાણીનો જથ્થો વહી જાય છે. જેને કારણે લાખો લિટર પાણી વેડફાઈ રહ્યુ છે. સરકાર દ્વારા જે લાખો રૂપિયા ચેકડેમ બાંધવા માટે ખર્ચવામાં આવ્યા તે ખર્ચ પાણીમાં જતો હોય એવું લાગી રહ્યું છે.ખેડૂતોની માગ છે કે ધોરાજી પંથકના ચેક ડેમોને ઊંડા કરવામાં આવે અને જર્જરીત ચેકડેમોનું સમારકામ કરવામાં આવે. આવનારા દિવસોમાં વરસાદનું પાણી ચેકડેમની અંદર આવશે અને તે પાણી ખેડૂતોને ખેતીમાં ઉપયોગી થશે. જાે ચેકડેમ ભરાયેલા હશે તો ખેડૂતોને ખેતરમાં કૂવા અને બોરના તળ પણ ઉંચા આવશે.આ તરફ ધોરાજીના મામલતદાર હવે એ જ સરકારી ધોરણે, સરકારી રીતે સરકારી જ જવાબ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે સિંચાઈ વિભાગને ચેકડેમો રિપેર કરવાની સુચના આપી દેવાઈ છે. સુચના આપી દેવાઈ હોય તો એ સારી જ વાત છે, પરંતુ છેક હવે ચોમાસુ માથા પર આવી ગયું ત્યારે કામગીરી સરકારી ધોરણે ક્યારે શરૂ થશે અને ક્યારે પુરી થશે એ એક સવાલ છે. જાેકે હવે ખેડૂતોએ આ ચેકડેમ ઝડપથી રિપેર થઈ જાય અને પાણીનો સંગ્રહ શરૂ થાય એવી આશા રાખવા સિવાય બીજાે કોઈ વિકલ્પ પણ તો નથી.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *