નવું બનેલું મહેસુલ સેવા સદન છેલ્લા ઘણા સમયથી ધૂળ ખાઈ રહ્યું છે. ત્યારે હવે સ્થાનિકોએ આ સેવા સદન ઝડપથી શરૂ કરવા માગ કરી છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સર ભગવતસિંહજી હાઈસ્કૂલમાં માં ડેપ્યુટી કલેકટર કચેરી સ્થળાંતર છેલ્લા ત્રણ વર્ષથી થઈ છે. પરતું
ધોરાજી શહેરમાં કરોડોના ખર્ચે નવું અને આધુનિક મહેસુલ સેવા સદન તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી એ નવું સેવા સદન ધૂળ ખાઈ રહ્યું છે. એટલે તંત્રને તેને શરૂ કરવામાં કોઈ જ રસ નથી તેવું લાગી રહ્યું છે. બીજી તરફ સ્થાનિકોએ કામ માટે દૂરદૂર સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. તેવામાં સ્થાનિકોએ આ મહેસુલ સેવા સદન ઝડપથી શરૂ કરવાની અને હાઈસ્કૂલમાંથી વહેલી તકે સ્થળાંતર કરવામાં આવે એ તેવી માગ કરી છે.
હાલતો પ્રાંત કચેરી બનાવવામાં માટે સર ભગવતસિંહજી હાઈસ્કૂલમાં 6 માસ માટે સ્થળાંતરિત કરવામાં આવી હતી પરતું આ પ્રાંત કચેરી લગભગ છેલ્લા 3 વર્ષથી આ હાઈસ્કૂલમાં સ્થાયી થયેલ હોઈ તેવી લાગી રહ્યું છે આ કચેરીના કારણે હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડી રહી છે કારણકે પ્રાંત કચેરીએ આવતા લોકોના કારણે ભણતા વિદ્યાર્થીઓને ભણવામાં બે ધ્યાન થતાં હોઈ છે જેથી વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે
પરતું ધોરાજીમા જૂની પ્રાન્ત કચેરીનું નવી આધુનિક બિલ્ડીંગ બનાવીને મહેસૂલ સેવા સદનના નવા ભવનનું કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે નવું બનેલું આ ભવન તૈયાર થઈ ગયું છે. તેનો પણ ઘણો સમય વીતી ગયો છે. તેમ છતાં હજી સુધી આ નવા આધુનિક બિલ્ડીંગ કોઈ કારણોસર કાર્યરત કરવામા આવી નથી. એટલે હવે વિદ્યાર્થીઓ,શિક્ષકો તેમજ સ્થાનિકોની માગ છે કે, નવા બનાવાયેલા આ આધુનિક બિલ્ડીંગને શરૂ કરવામાં આવે, જેથી લોકોની સુવિધામાં વધારો થઈ શકે.
નવા બનેલા મહેસૂલ સેવા સદન બિલ્ડીંગમા ધોરાજી સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી સિટી સરવે કચેરી, પ્રાન્ત અધિકારીની કચેરી સહિતની તમામ સરકારી કચેરીઓ એક જ જગ્યાએ લોકોને મળી રહેશે. જોકે, છેલ્લા ઘણા સમયથી આ બિલ્ડીંગ શરૂ ન થતાં હવે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ સ્થાનિકોએ પોતાના કામ માટે અલગઅલગ કચેરીએ ધક્કા ખાવા પડે છે. એટલે લોકોના પૈસા અને સમયનો વેડફાટ થઈ રહ્યો છે. આ મહેસૂલ સેવા સદન બિલ્ડીંગ કાર્યરત કરવામા આવે જેથી વિદ્યાર્થીઓ તેમજ લોકો હેરાન નાં થાય જેથી વહેલી તકે સ્થળાંતર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
આ બાબતે ધોરાજી પ્રાંત અધિકારીએ જે.એન. લીખીયા જણાવ્યું હતું કે આગામી તારીખ 15 સુધીમાં પ્રાંત કચેરી લગભગ સ્થળાંતર કરવામાં આવશે હાલ કચેરીમાં ફર્નિચર કામ ચાલી રહ્યું હોવાની વિગતો આપી હતી પરતું હાલ ધોરાજીના લોકમુખે એકજ વાત છે કે સેવા સદનનું લોકાર્પણ ક્યારે થશે અને ક્યારેય એક જગ્યાએ તમામ મહેસુલી સુવિધાઓ મળશે તે હવે જોવાનું રહ્યું


