જવાબદારો સામે એક્શન લેવાની માગણી કરી: ભાજપ તેમજ વિશ્વ હિન્દુ પરિષદે દરેક સમાજને સાથે રાખીને ચાલવાની બદલે દલિત સમાજની વિરુદ્ધમાં શા માટે ચાલ્યા તે બાબતે દલિત સમાજમાં ભારે રોષ..
અર્ધ નગ્ન હાલતમાં દલિત સમાજના આગેવાનો એ જાહેરમાં વિરોધ કર્યો
દલિત મહિલાની તબિયત લથડતા તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી : જો દિવસ સાત ૭ માં આ બાબતે યોગ્ય ન્યાય નહીં મળે તો સમસ્ત ધોરાજી દલિત સમાજને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પડશે તેવી ચિમકી
“ધોરાજીમાં કુંભારવાડા વિસ્તારમાં તારીખ 11 ને શનિવારના રાત્રિના સમયે નાની એવી બાબતમાં ટ્રાફિક અડજણ જેવી બાબતમાં બંને સમાજ વચ્ચે જૂથ અથડામણ થતા જેનો મામલો હજુ સુધી શાંત થયો નથી..?
ધોરાજી શહેર ભાજપના પ્રમુખ પ્રમુખ અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ એ દલિત સમાજ વિરુદ્ધમાં જાહેરમાં દેખાવો કરી ઉશ્કેરણીજનક ભાષણો કરતા મામલો બિચકાયો છે જેના વિરોધમાં
સમસ્ત દલિત મેઘવાળ સમાજ ધોરાજી દ્વારા રાજ્યના ગ્રહ મંત્રી હર્ષ સંઘવીને સંબોધન કરીને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર ને આવેદનપત્ર પાઠવતા સમાજના યોગેશભાઈ ભાષા જયેશભાઈ ચૌધરી નિખિલભાઇ ચૌહાણ બાલુભાઈ વિંઝુડા કાંતિભાઈ સોંદરવા ઝાંઝમેર ના સરપંચ શ્રીમતી બગડાબેન વિગેરે આગેવાનોએ તેમજ મોટી સંખ્યામાં દલિત સમાજના ભાઈ બહેનો એ બહારપુરા વણકરવાસ ખાતેથી મૌન રેલી યોજી શહેરના વિવિધ માર્ગો મેન બજાર ત્રણ દરવાજા થઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે પૂર્ણ થઈ હતી અને બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા સામે ન્યાય આપો ન્યાય આપો અને માગણી સાથે સૂત્રો ચાર કયા હતા
આ સમયે દલિત સમાજના આગેવાનોએ જણાવેલ કે તા. ૧૧/૦૩/૨૦૨૩ શનિવારના સાંજે આશરે ૭ વાગ્યે ધોરાજી દલિત વણકર સમાજના યુવાનો સિદ્ધાર્થ શ્યામજીભાઈ ચૌહાણ અને બીપીન શામજીભાઈ રાઠોડ બોલેરો ગાડી ચલાવીને વોંકળા કાંઠા થી વણકરવાસ તરફ
જઈ રહ્યા હતા ત્યારે કુંભારવાડા વિસ્તારના મયુર બાલધા તથા તેઓના પાંચ થી સાત મળતીયાઓએ સિદ્ધાર્થ
ઉપર ગાડી રોકીને ગાડી સાઈડમાં લેવાની નજીવી બાબતે મરણતોલ હુમલો કરીને સોનાની ચેઇન રોકડ રકમ ની લૂંટ કરી ત્યારબાદ ધોરાજી પોલીસે પાંચેક ઇસમો વિરુદ્ધ કલમ ૩૯૫, ૫૦૪, ૫૦૬(૨) તથા એટ્રોસીટી એક્ટ ની
કલમ ૩ (૧) (એસ), ૩(૨),(૫) મુજબ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે,
દલિત સમાજના આગેવાનોએ જાહેરમાં આક્ષેપ કરતા જણાવેલ કે ધોરાજી શહેર ભાજપના પ્રમુખ શહેર ભાજપ ઉપપ્રમુખ તેમજ ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઉપર આક્ષેપ કરતાં જણાવેલ કે ધોરાજી ના રાજકીય પાર્ટી ના હોદ્દેદારો વિનુભાઈ માથુકીયા, સંદીપ ટૉપિયા તથા કૌશિક વાગડીયા અને અન્ય ઇસમો અને કુંભારવાડા વિસ્તારમાં રહેતા માણસોને ભેગા કરી દલિતો વિરુદ્ધ અપમાન જનક ટિપ્પણીયો અને
સૂત્રો બોલેલ કે આ કોઈ લૂખાઓ જેમ વર્તન કર્યું અને અમારા દલિત સમાજને ટાર્ગેટ કરવા આવા સંવેદન શીલ સૂત્રો બોલીને ૨૦૦૨ જેવો ભયંકર કોમી રમખાણ થાય તેવા પ્રયાસો કરેલ છે અને તેના ભાગ રૂપે વધુ સ્થિતિ વણસે તે માટે કુંભારવાડા વિસ્તારની મહિલાઓને ઉસ્કેરીને ભોગ બનનાર દલિત સમાજ ના નિર્દોષ યુવાનો પર રાજકીય સત્તાનો દૂરઉપયોગ કરી અને ધોરાજી પોલીસ સ્ટાફ ને પ્રેસર નાખીને કોમી તંગદિલી સર્જાય તેના માટેજ ખોટી છેડતીની ફરિયાદો કરાવી, અને પોતાના રાજકીય હોદાનો પૂરેપૂરો દૂરઉપયોગ કરી વાતાવરણને વધુ
તંગ બનાવી દીધેલ છે.
ભારતીય બંધારણ ના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ દ્વારા દલિતો પીડીતો તથા વાંચીતો માટે બંધારણ માં જે વિશેષ જોગવાઈઓ કરેલ જેવી કે દલિતોનો આર્થિક સુધારો થાય સામાજિક સ્તર ઊંચું આવે અને ધાર્મિક કે બીન પરંપરાગત દૂષણો નો ભોગ આજ દિન સુધી જે દલિત સમાજ બની રહ્યો હતો તેમાં સુધારો થાય તેવા પ્રયાસો બંધારણ થકી કરવામાં આવ્યા છે પરંતુ આર્થીક કે સામાજિક લાભ તો એકબાજુ પરંતુ બંધારણ ના મૂળભૂત અધિકારો જેવા કે ભારત ની કોઈપણ જાહેર સંપતી નો ઉપયોગ કરી શકીએ, કોઈપણ જાહેર રસ્તા માં નીડર અને નિર્ભય રહી જીવી શકીએ તથા હરીફરી શકીએ તેવા સામાન્ય હક્કો પણ દલિત સમાજને ભોગવવા નથી મળતા તેવું આ બનવા બનવાથી પ્રતીત થઈ રહ્યું છે. આમ, આ ઘટનાથી ધોરાજી વિસ્તારના કથિત રાજકીય આગેવાનો દ્વારા એવું વાતાવરણ ઊભું કરવામાં આવેલ છે કે જેનાથી દલિત સમાજ ના મૂળભૂત હક્કો તો ઠીક પરંતુ સ્વતંત્રતા પૂર્વક જીવવાના અધિકારો નું પણ હનન થાય તેવા અમાનુષી અત્યાચારો કરવામાં આવી રહ્યા છે.જે બાનવને અનુલક્ષીને આપ જેવા નીડર, ઈમાનદાર અને યુવા નેતા અને ગૃહ રાજ્યમંત્રીશ્રી તરીકે આપને નિવેદન છે કે અમો દલિત સમાજ દ્વારા ૧૧/૦૩/૨૦૨૩ ના રોજ રાત્રે જે બનાવ બનેલ તેના રીએક્શન માં કુંભારવાડા વિસ્તારની મહિલાઓ દ્વારા રાજકીય પીઠબળ થકી નિર્દોષ દલિત યુવાનો પર છેડતી નો ખોટો કેસ ને નોંધાવેલ છે તે તાત્કાલીક ધોરણે રદ થાય, દલિત સમાજ ને મૂળભૂત અધિકારો મળી રહે તેમજ આ બનાવ બનેલ છે તેમાં તાત્કાલિક અસરથી ન્યાયપ્રણાલી ને વેગ મળે અને જે ઉપરોક્ત કથીત રાજકીય આગેવાનો દ્વારા પડ્યા ઉપર પાટુ” મારી જાતીય જો હુકુમી નું તાંડવ ધોરાજી દલિત યુવાનો પર કરેલ છે તે બાબતે આકરામાં આકરા પગલાંઓ લઈ ગુજરાતની શાંતિ પ્રિય જનતા ને અને ખાસ કરીને દલિત પીડીત સમાજ ને ન્યાયની પરિભાષા અને સમાનતાના અધિકારનો એહસાસ કરાવવામાં આવે તેવું આપ સાહેબ ને અમારું આક્રોસ સાથે આવેદન છે.જો દિવસ સાત ૭ માં આ બાબતે યોગ્ય ન્યાય નહીં મળે તો સમસ્ત ધોરાજી દલિત સમાજને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પડશે. જેની ખાસ નોંધ લેશો તેમ આવેદનપત્રમાં જણાવેલું હતું
તેમજ પીડીત પરિવાર તથા પીડીત તમામ યુવાનોને યોગ્ય ન્યાય મળે તેમજ વિડીયો માં ડીટેક્ટ થતાં તમામ આરોપીઓ પર ધોરણસર ની કાર્યવાહી કરી તેઓને સજા કરવામાં આવે અને તેમજ રાજકીય સત્તાઓનો દૂર ઉપયોગ કરીને અને ઉપરી કક્ષાના રાજકીય આગેવાનોને ગેરમાર્ગે દોરીને રાજકીય ભલામણથી નિર્દોષ યુવાનો પર થયેલ કોઈપણ પુરાવા વગરની ખોટી ફરીયાદ રદબાતલ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. આપેલ અલ્ટિમેટમ સુધીમાં અમારી માંગણી સંતોષાય નહીં તો અમો સર્વે અનુસૂચિત જાતિ સમાજ આમરણ ઉપવાસ પર બેસીશું અને અમારા અધિકારો માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. અને હાલ બાદ બનતી કોઈપણ ઘટના કે બનાવની જવાબદારી સરકારશ્રીની રહેશે, ધોરાજી તાલુકા તથા રાજકોટ જિલ્લા ના તમામ અધિકારી કે અમલદારશ્રીઓ ના શીરે તથા સમગ્ર સરકાર ના શીરે રહેશે જે આપ ની જાણ તેમજ આગળની કાર્યાવહી સારૂ ઘટતું કરવા આપ ને વિદીત થાય. જે અંગે આવેદનપત્રમાં જણાવેલું હતું
સમસ્ત દલિત સમાજ ધોરાજી દ્વારા આયોજનપત્ર ડેપ્યુટી કલેક્ટર ધોરાજીને આપવામાં આવ્યું હતું ધોરાજી સમસ્ત દલિત સમાજ દ્વારા બહારપુરા વણકરવાસ ખાતેથી મૌન રેલી કાઢીને ધોરાજીના વિવિધ વિસ્તારો મેન બજાર ત્રણ દરવાજા થઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ ખાતે હાલ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું
શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ જેતપુરના ડીવાયએસપી,ધોરાજી પોલિસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા શધન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
રેલીમાં ચર્ચાનો મુદ્દો એ આવ્યો હતો કે શું દલિત સમાજ હિન્દુ નથી…?
ધોરાજી શહેર ભાજપના આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દલિત સમાજ વિરુદ્ધ કેમ આવ્યા…? તે મોટો પ્રશ્ન ઉભો થયો છે રાજકીય પાર્ટીના તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો ને એ ફરજ છે કે બંને સમાજ વચ્ચે સમાધાન થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ પરંતુ ઉશ્કેરણીજનક માત્ર એક જ્ઞાતિની ટાર્ગેટ બનાવીને આ પ્રકારનું કૃત્ય કર્યું છે તે નંદનીય હોય તેવું પણ રેલીમાં ચર્ચા રહ્યું હતું રેલી દરમિયાન આંબેડકર ચોક ખાતે વિશાળ પ્રદર્શન ચાલતું હતું એ સમયે એક મહિલાની
તબિયત લથડતા તાત્કાલિક તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલી હતી દલિત સમાજે આ બાબતે દિવસ સાતમાં જો ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.


