Gujarat

ધ્રાંગધ્રા જૈન સમાજની મહિલાઓએ સુરેન્દ્રનગર ખાતે  પ્રજ્ઞા ચક્ષુ મહિલાઓ સાથે દિવસ વિતાવી સેવા કાર્ય કર્યું 

ભારતની સનાતન સંસ્કૃતિમાં જૈન સમાજ અહિંસા પ્રિય અને કરુણા જેમના દિલમાં વસેલી જ હોય તેવા સેવાકીય ગુણોથી જાણીતો સમાજ  છે. ધ્રાંગધ્રા શહેરમાં જૈન સમાજની મહિલાઓ પણ ગરીબ જરૂરિયાત વાળા વર્ગની સેવા કરવામાં આગળ પડતી જોવા મળી રહી છે. ધ્રાંગધ્રા જૈન સમાજનું જૈનએલર્ટ ગ્રુપ તથા એલર્ટ બ્રાહ્મી સુંદરી ગ્રુપ અને જે. જે. સી લેડીઝ વિંગ ધ્રાંગધ્રા ની બહેનો ગરીબ બાળકોને કપડાં, નાસ્તો અને જરૂરી ચીજ વસ્તુઓ આપવા સાથે તહેવારોમાં પણ એમના જીવનમાં ખુશીઓ વહેંચે છે ત્યારે સુરેન્દ્રનગર સી.યુ. શાહ પ્રજ્ઞા ચક્ષુ મહિલા સેવાકુંજ દ્વારા ચાલી રહેલા પ્રજ્ઞા ચક્ષુ બહેનોની સેવા નાં કાર્યમાં સહભાગી બની 180 જેટલી પ્રજ્ઞા ચક્ષુ બહેનો સાથે સમય વિતાવ્યો હતો અને બહેનો ને બંને સંસ્થા દ્વારા 2 પંખા ભેંટ આપી સાંજનું ભોજન જમાડ્યું હતું. જૈન જાગૃતિ લેફીઝવિંગ પ્રમુખ મીતાબેન સંઘવી, અલ્પાબેન ગાંધી, છાયાબેન સંઘવી તેમજ મેમ્બર્સ જૈન એલર્ટ ગ્રુપ માં વિશાલભાઈ વી.ડી.કલોથ તેમજ અલ્પાબેન ગાંધી ,મૈત્રી ગાંધી અને મેમ્બર્સ પ્રજ્ઞાચક્ષુ  બહેનોની સેવાનો ધોધ વરસાવ્યો હતો. જૈન સમાજની આ બહેનો અનેક ગરીબોને પ્રેરણાત્મક રીતે મદદરૂપ બની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *