Gujarat

ધ્રાંગધ્રા પુરવઠા વિભાગ દ્વારા અન્નપૂર્ણા યોજનાની કામગીરી પૂરજોશમાં : આવતા મહિનાથી અનાજ ફાળવાશે – પુરવઠા મામલતદાર

(ઓનલાઇન પ્રક્રિયા 80 ટકા પૂર્ણ થતા અંદાજે 600 લાભાર્થીને આવતા મહિનાથી લાભ મળશે)
(મહિલા કાર્યકર તારાબેન પ્રજાપતિ દ્વારા હમણાં 21 માર્ચે આર ટી આઈ કરવામાં આવી હતી)
બોક્સ 1
[સામાજિક કાર્યકર ઉમેશભાઈ સોલંકીએ પુરવઠા વ્યવહારમાં પારદર્શિતા આવે તેં માટે રાજ્ય સરકાર દ્વારા ઘોષિત cctv પ્રક્રિયાને પુરવઠા ગોડાઉનમાં લાગુ કરવા સાથે તાલુકાની તમામ સસ્તા અનાજની દુકાનોમાં પણ cctv લગાવી સગેવગે થતા અનાજ ઉપર અંકુશ લગાવવા માંગ કરી]
બોક્સ 2
[સામાજિક મહિલા આગેવાન તારાબેને જણાવ્યું કે જાહેર હિત અર્થે આરટીઆઈ માંગી છે. જો કે આરટીઆઈ બાદ પ્રશાસન દ્વારા તત્કાલ અંગુઠા લેવાનું ચાલુ કરી મોટાભાગની કામગીરીને આખરી ઓપ આપ્યો છે તયારે આમ નાગરિકનાં બ્રહ્માસ્ત્ર આ કાયદાને લોકોએ જનહિત અર્થે ઉપયોગમાં લેતાં ખચકાવું ન જોઈએ તેમ મહિલા આગેવાન દ્વારા જણાવાયું હતું]
બોક્સ 3
[રાષ્ટ્રીય અન્ન સલામતી ધારો 2013 અન્વયે દરેક જરૂરિયાત વર્ગને પોષણક્ષમ અનાજ પૂરું પાડવા સરકાર કટીબદ્ધ છે.ગત વર્ષે જ અન્ન વિતરણ વ્યવસ્થામાં રાજ્ય સરકાર દ્વારા 287 કરોડ ફાળવવામાં આવ્યા હતા આ વર્ષે પણ કુલ 548 કરોડ અંગેનાં અંદાજિત બજેટમાં રાજ્ય સરકાર 367 કરોડ આપશે અને કેન્દ્ર સરકાર 181 કરોડની ફાળવણી કરશે]
ધ્રાંગધ્રા : (હિતેશ રાજપરા)
ધ્રાંગધ્રા પંથકમાં ઘણા સમયથી અન્નપૂર્ણા યોજના બાબતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા હતા કે છેલ્લા એક દોઢ વર્ષથી અન્નપૂર્ણા યોજનામાં ફોર્મ સ્વીકાર્યા છે પણ ત્યારબાદ હજી સુધી પ્રશાસન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. વારંવાર રૂબરૂ જવાના ધક્કા અને દરેક ધક્કે પ્રશાસન દ્વારા લેખિત કે ફોનનાં માધ્યમથી જાણ કરવામાં આવશે તેવા જવાબ જ આમ જનતાને સાંભળવામાં આવ્યા છે તેવા આક્ષેપ સામાજિક કાર્યકરો દ્વારા સામે આવ્યા હતા. માઁ અન્નપૂર્ણા યોજના બાબતે ધ્રાંગધ્રા પુરવઠા વિભાગની કામગીરીથી નારાજ બની સોલડી ગામના સામાજિક કાર્યકર મહિલા તારાબેન પ્રજાપતિ દ્વારા આર ટી આઈ એક્ટનો ઉપયોગ કરી પ્રશાસન સમક્ષ માહિતી માંગી હતી તો જાણીતા સામાજિક કાર્યકર ઉમેશભાઈ સોલંકી દ્વારા રાજ્ય સરકારની નિર્દેશિકા મુજબ ( પુરવઠા વ્યવસ્થાને સંપૂર્ણ પારદર્શિ બનાવવા) પુરવઠા ગોડાઉન અને સસ્તા અનાજની તમામ દુકાનોને cctv થી સજ્જ કરવાની માંગ કરતા ધ્રાંગધ્રાવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી જો કે તારાબેન દ્વારા માહિતીનાં માંગ્યાનાં 15 જ દિવસમાં પુરવઠા વિભાગ દ્વારા મોટાભાગના અરજદારોનાં અંગુઠા લઈને આવતા મહિનાથી તમામ લાભાર્થીનો નાં અનાજની ફાળવણી સસ્તા અનાજની દુકાનોમાં થાય તેં પ્રકારની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પુરવઠા મામલતદાર ક્ષોત્રિયનાં જણાવ્યા મુજબ માત્ર જે અરજદારોએ ફોન નંબર સબમિટ નથી કર્યા તેવા જ લાભાર્થીઓ ને હાલ લાભ નહિ મળે બાકી અંદાજિત 600 જેટલાં લાભાર્થીઓને આવતા મહિનાથી અનાજ નો પુરવઠો પ્રાપ્ત થાય એ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે. ધ્રાંગધ્રા પુરવઠા વિભાગ બાબતે રેશનધારકોની માત્ર સોમવાર અને ગુરુવારે થાતી કામગીરી માટે પણ લોકોનો વર્ષોથી રોષ જોવા મળી રહ્યો છે એક બાજુ રેશન ધારકોનાં કાર્ડ બંધ થતા કામના અન્ય દિવસો બાદ કરી ને માત્ર સોમ અને ગુરુ એ જ કામગીરી સામે રોજિંદી કામગીરી બને તેવી માંગ પણ સામે આવી રહી છે તો બીજી તરફ સસ્તા અનાજની દુકાનોમાં નિયમ મુજબ એક કુપનનાં બદલે 2 કુપન ફાડવામાં આવે છે અને રેશન ધારકોને ફરજીયાત મર્યાદિત દિવસોમાં જ આવવાની ફરજ પાડી ને એ દિવસો બાદ અનાજ નથી આપવામાં આવતું એવી પણ ફરિયાદો છે તો ઘણા સસ્તા અનાજ વાળા મૃતક કે ડમી નામે 5 વાર અંગુઠા ફેલ કરી અનાજ પોતાના નામે સેરવી લેવાના કારનામા કરતા હોવાની પણ વિગતો સાંપડી રહી છે ત્યારે સમગ્ર બાબતે ઉચ્ચ વહીવટી તંત્ર યોગ્ય કરી પુરવઠા વ્યવસ્થાને ખરા અર્થમાં તટસ્થ બનાવી શકશે કે નહિ તેં જોવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *