(મહિલા અને દલિત સમાજના ઉદ્ધાર માટે જ્યોતિરાવ ફૂલેજી ને દેશ કાયમ યાદ રાખશે)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા
ધ્રાંગધ્રા ભાજપ સંગઠન પખવાડિયું સેવાકીય કાર્યો થકી સામાજિક ન્યાય સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે જેમાં ધ્રાંગધ્રા ભાજપનાં વિવિધ મોર્ચાઓ જાહેર સ્વચ્છતા, વૃક્ષારોપણ, ફ્રૂટ વિતરણ, સામાજિક એકતા જેવા કાર્યો કરી રહ્યા છે ત્યારે આજ રોજ મહાન વિચારક જ્યોતિરાવ ફૂલે જીની જન્મજ્યંતી નિમિત્તે બક્ષીપંચ મોરચા દ્વારા ધ્રાંગધ્રા શહેરના તમામ વોર્ડમાં જાહેર જનતાને સાથે રાખીને જ્યોતિરાવ ફૂલેજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમજ દરેક વોર્ડમાં ઉપસ્થિત જાહેર જનતાને સામાજિક એકતા અને શિક્ષણનું મહત્વ સમજાવી જ્યોતિરાવ ફૂલેજી નાં આદર્શ જીવનનાં રસ્તે દેશ પ્રત્યે પોતાની ઉમદા ફરજો અદા કરવા આહવાહન કર્યું હતું. આ તકે ધ્રાંગધ્રા ભાજપ સંગઠન મહામંત્રી સંજયભાઈ ગોવાણી, બક્ષીપંચ મોરચા પ્રમુખ બળવંતસિંહ પઢીયાર બંને મહામંત્રી તેમજ દરેક વોર્ડના સુધરાઈ સભ્યો કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા.