Gujarat

ધ્રાંગધ્રા મયુરનગરમાં રાત્રીમાં સુતા સમયે મહિલાની છેડતી કરતા એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર.

(રાત્રીના સમયે ઘરમાં ઘૂસીને પરિવાર સહીત સુતેલી મહિલા સાથે શારીરિક છેડતી કરતા હેવાન ઉપર ધ્રાંગધ્રાવાસીઓ ફીટકાર વરસાવી રહ્યા છે)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા
ધ્રાંગધ્રા મયુરનગર વિસ્તારમાં ફોરેસ્ટ ઓફિસ પાછળ ડાભી સોસાયટીમાં એક પરિવાર ઘરમાં અને ફળિયામાં સૂતો હતો તેં દરમિયાન ઘરની મહિલાને રાત્રીના સમયે એ જ પરિવારનાં સગા એવા અશોક રામસીંગભાઇ સજાણી નામના શખસે શારીરિક છેડછાડ કરી હતી જેમાં મહિલા જાગી જતાં આરોપી અશોકે છરી બતાડી દેકારો કર્યો તૉ જાનથી મારી નાખવાની ધમકી આપી છેડછાડ ફરી ચાલુ કરી હતી જેનાથી મહિલાએ રાડા રાડ કરતા આરોપી અશોકે સુતેલી મહિલાને ઢીંકા પાટુ નો માર મારવાનું ચાલુ કર્યું હતું. વધુ પડતા દેકારાથી પરિવારનાં સભ્યો અને બાજુમાં રહેતા મહિલાનાં જેઠ જેઠાણી જાગી ગયા હતા અને ઘરનાં ખાટલે પહોંચી હેવાન બનેલા આરોપીથી છોડાવી હતી. એક તરફ આરોપી પોતાના જ મામાજી નો દીકરો હોવાથી પરિવાર હેબતાઈ ગયો હતો અને આબરૂ જવાની બીકમાં હતો પણ અંતે આવા રાક્ષસોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનો નિર્ણય લઇ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં આવી ગંદી કરતૂત બદલ અશોક રામસીંગભાઇ સજાણી ઉપર કાયદેસરની ફરિયાદ લખાવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *