(આધેડ મહિલા તેમની દિવ્યાંગ નણંદને આજુબાજુના રહીશોએ તત્કાલ બહાર ખસેડ્યા)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા.
ધ્રાંગધ્રા લાઈબ્રેરી શેરીમાં મુખ્ય બજાર થી એક દમ નજીક ખોજા ખાના વાળી ગલીમાં એક રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી.શારદાબેન મકવાણા નામના આધેડ મહિલાનાં ધાબા ઉપર આગ ફાટી નીકળતા વિસ્તારના ભયલીભાઈ વ્યાસ તત્કાલ હરકતમાં આવીને પાલિકા ફાયર ટીમને લઇ આવ્યા હતા.વૃદ્ધા પોતે કચરો, પ્લાસ્ટિક, પૂઠા વીણીને તેને વહેંચી રોજી રોટી ચલાવવાનો ધંધો કરતા હોઈ એમના ધાબા ઉપરનાં કચરામાં આગ લાગતા વૃદ્ધા સહીત પાડોશીઓનું રુદન જોવા મળ્યું હતું જો કે ફાયર ટિમ તત્કાલ પહોંચતા કોઈ પણ જાતની મોટી જાનહાની ટળી હતી અને આગ ઉપર ગણતરીના સમયમાં જ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.


