Gujarat

નકલી IAS ઓફિસરની બની ફાર્મા કંપનીઓ સાથે ઠગાઇ કરનાર ઝડપાયો

અમદાવાદ
અમદાવાદમાં નકલી ૈંછજી ઓફિસરની ઓળખ આપવી યુવાનને ભારે પડી છે. જેમાં યુવાને ફાર્મા કંપનીઓ સાથે ઠગાઇ કરનારની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ્‌િેકોલરએ યુવાનનો ભાંડો ફોડ્યો અને સાયબર ક્રાઇમ બ્રાંચે આરોપીની કરી ધરપકડ કરી છે. પ્રધાનમંત્રી સલાહકારની ઓળખ આપીને નકલી ૈંછજીએ ફાર્મા કંપનીમાં રૂપિયા ૧૬ લાખનું જાેબ પેકેજ મેળવ્યું. સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ નકલી ૈંછજી ઓફિસર સુધાકર પાંડે પોતાની નોકરી મેળવા માટે ૈંછજી બનીને ઓળખ આપતો હતો. આ આરોપી સુધાકર પાંડે પોતાના મોબાઈલમાં ટ્રૂ કોલરમાં પોતાના નામ સાથે ૈંછજી ઓફિસરની પ્રોફાઈલ બનાવી હતી જેથી ફોન કરનારા વ્યક્તિને કોઈ ૈંછજી ઓફિસર ફોન આવ્યો હોય તેવું લાગતું હતું.આવી જ રીતે આરોપી સુધાકર પાંડે ગુજરાતની જાણીતી ફાર્મા કંપનીમાં પોતે ૈંછજી ઓફિસર અવિનાશ પાંડે બનીને ફોન કરતો અને પોતાની સંબંધીને સારી નોકરી આપવાનું કહીને પોતે સુધાકર પાંડે ઇન્ટરવ્યુ માટે પહોંચી જતો હતો.આ પ્રકારે તેણે ૩ ફાર્મા કંપની સાથે ઠગાઇ કરીને નોકરી મેળવી હતી.જે મામલે સાયબર ક્રાઇમ બ્રાંચના ધ્યાન પર આવતા સુધાકર પાંડે ભાંડો ફૂટ્યો અને સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.પકડાયેલ નકલી ૈંછજી ઓફિસર સુધાકર પાંડે બરોડાનો રહેવાસી છે અને મ્.જીઝ્ર સુધીનો અભ્યાસ કરેલો છે.ફાર્મા કંપનીમાં ઉંચો પગાર મેળવા માટે આરોપી નકલી ૈંછજી ઓફિસર બન્યો. આ આરોપી સુધાકર પાંડે નો પગાર નજીવો હતો પરંતુ છેલ્લા ૩ વર્ષમાં ૩ જેટલી ફાર્મા કંપનીમાં ૈંછજી ઓફિસરની ઓળખ આપીને રૂપિયા ૨૫ હજારથી પગારની શરૂઆત કર્યા બાદ ૧૬ લાખના વાર્ષિક પેકેજ સુધી પહોંચ્યો હતો.સુરતની અમી ફાર્મા કંપનીમાં લાખોનો પગાર મેળવનાર આરોપીનો પર્દાફાશ થતાં જ સાયબર ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે..ત્યારે આરોપી પોતે વડાપ્રધાનનો સલાહકાર તરીકે પણ ઓળખ આપતો હતો.જે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.આરોપી સુધાકર પાંડેના મોબાઇલ અને ડીગ્રી સર્ટીફિકેટ લઈ તપાસ શરૂ કરી છે. આ આરોપીએ ૩ ફાર્મા કંપની સિવાય અન્ય કોઈ કંપનીમાં નોકરી માટેનો પ્રયત્ન કર્યો હતો કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરાઇ છે.હાલ તો આરોપી સુધાકર પાંડેને ધરપકડ બાદ જમીન પર મુક્ત કર્યો છે આ આરોપીએ પોતાના સિવાય અન્ય કોઈને નોકરીએ લગાવ્યા છે કે કેમ જેને લઈ તપાસ શરૂ કરી છે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *