રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૬૪ (દાંડી માર્ગ)ના કિ.મી ૬૬/૫૦૦ થી ૬૭/પ૦૦ વચ્ચે એટલે કે નડીયાદ શહેરના મિશન રોડથી સરદાર ભવન વચ્ચે આવેલ રેલ્વે ઓવર બ્રીજ ઉપર તા.૨૮/૦૫/૨૦૨૩ ના રોજ રવિવારે સવારે આશરે ૦૫:૦૦ વાગ્યે સિમેન્ટ ભરેલી ટ્રકનો અકસ્માત થતા તે પુલની નીચે પડી જતા પુલના તે ભાગમાં રીટેઈનીગની વોલ તુટી ગયેલ છે. જેને તાત્કાલીક મરામત કરાવવાની જરૂરીયાત હોઈ આ કામગીરી કરવા માટે આ બ્રીજને ૩૦ દિવસ માટે બંધ કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવે છે.
આથી શ્રી બી.એસ.પટેલ, જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ખેડા જિલ્લો, નડિયાદ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) થી તેઓને મળેલ સત્તાની રૂઈએ તા.૦૩/૦૬/૨૦૨૩. સ.ક. ૦૬–૦૦ થી તા.૦૨/૦૭/૨૦૨૩ ક. ૨૦–૦૦ સુધીના સમય દરમ્યાન જણાવેલ મુજબના જાહેરમાર્ગો ઉપર જેમાં વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મુકવાના જાહેર માર્ગોમાં નડિયાદ નવા-જુના બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, આર.ટી.ઓ. ત્રણ રસ્તા, સરદાર ભવન સર્કલ, રેલ્વે ઓવરબ્રિજ થઈ મિશન રોડ, ડભાણ ચોકડી તરફ જતો વાહન વ્યવહાર; નડિયાદ કબ્રસ્તાન ચોકડીથી સોશીયલ કલબ ત્રણ રસ્તા, સરદાર ભવન સર્કલ, રેલ્વે ઓવર બ્રિજ થઈ મિશન રોડ, ડભાણ ચોકડી તરફ જતો વાહન વ્યવહાર; નડિયાદ બિલોદરા ચોકડી અથવા સંત અન્ના ચોકડીથી મીલ રોડ ત્રણ રસ્તા થઈ સરદાર ભવન સર્કલ, રેલ્વે ઓવર બ્રિજ થઈ મિશન રોડ અથવા ડભાણ ચોકડી તરફ જતો વાહન વ્યવહાર; ડભાણ ચોકડીથી કલેકટર કચેરી, મિશન રોડ, રેલ્વે ઓવર બ્રિજ થઈ સરદાર ભવન સર્કલ તરફ આવતો વાહન વ્યવહાર માટે પ્રતિબંધ ફરમાવે છે.
તેમજ જાહેર માર્ગો ઉપરનો વાહન વ્યવહાર બંધ થતાં વાહન વ્યવહાર પસાર થવા માટેના વૈકલ્પિક રસ્તાઓમાં નડિયાદ નવા-જુના બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, આર.ટી.ઓ. ત્રણ રસ્તા, સરદાર ભવન સર્કલ, રેલ્વે ઓવરબ્રિજ થઈ મિશન રોડ, ડભાણ ચોકડી તરફ જતો વાહન વ્યવહાર; મોટા વાહનો નડિયાદ નવા જુના બસ સ્ટેન્ડથી શ્રેયસ ગરનાળા થઈ આગળ તરફ જઈ શકશે તથા રેલ્વે સ્ટેશન, આર.ટી.ઓ. ત્રણ રસ્તા, સરદાર ભવન સર્કલ થી મીલ રોડ ત્રણ રસ્તા, કમળા ચોકડી થઈ આગળ તરફ જઈ શકશે. નાના વાહનો નડિયાદ આર.ટી.ઓ. ત્રણ રસ્તાથી ખોડીયાર ગરનાળા થી મિશન રોડ અથવા પવન ચકકી રોડ થઈ આગળ તરફ જઈ શકશે.
નડિયાદ કબ્રસ્તાન ચોકડીથી સોશીયલ કલબ ત્રણ રસ્તા સરદાર ભવન સર્કલ, રેલ્વે ઓવર બ્રિજ થઈ મિશન રોડ અથવા ડભાણ ચોકડી તરફ જતો વાહન વ્યવહાર, મોટા વાહનો નડિયાદ કબ્રસ્તાન ચોકડીથી સંત અન્ના ચોકડી, એસ. ટી. નગર, બિલોદરા ચોકડી થી મંજીપુરા ચોકડી, કમળા ચોકડી થઈ ડભાણ ચોકડી તરફ જઈ શકશે. નાના વાહનો કબ્રસ્તાન ચોકડી થી સોશીયલ ટી પોઈન્ટ થઈ આર.ટી.ઓ ત્રણ રસ્તાથી ખોડીયાર ગરનાળાથી મિશન રોડ અથવા પવન ચકકી રોડ થઈ આગળ તરફ જઈ શકશે.
નડીયાદ બિલોદરા ચોકડી અથવા સંત અન્ના ચોકડીથી મીલ રોડ ત્રણ રસ્તા થઈ સરદાર ભવન સર્કલ, રેલ્વે ઓવર બ્રિજ થઈ મિશન રોડ અથવા ડભાણ ચોકડી તરફ જતો વાહન વ્યવહાર; મોટા વાહનો નડિયાદ સંત અન્ના ચોકડી થઈ બિલોદરા ચોકડી થી મંજીપુરા ચોકડી, કમળા ચોકડી થઇ ડભાણ ચોકડી અથવા મિશન રોડ તરફ જઈ શકશે;
ડભાણ ચોકડીથી કલેકટર કચેરી, મિશન રોડ, રેલ્વે ઓવર બ્રિજ થઈ સરદાર ભવન સર્કલ તરફ આવતો વાહન વ્યવહાર, મોટા વાહનો ડભાણ ચોકડી થી કમળા ચોકડી, મંજીપુરા ચોકડી, બિલોદરા ચોકડી થઈ આગળ તરફ જઈ શકશે, ડભાણ ચોકડી થી નાના વાહનો નડિયાદ મિશન રોડ, જુની જિલ્લા પંચાયત કચેરી થઈ પવન ચક્કી રોડ થઈ આગળ તરફ જઈ શકશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ–૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
