લગભગ 2007 ની સાલમાં જ્યારે મોદી સાહેબ છોટાઉદેપુર આવ્યા હતાં.તો એમણે જાહેર ભાષણ માં કીધું તું કે હું જ્યારે સંઘ માં કામ કરતો હતો.એ સમયે પાવર હાઉસ માં લાકડાનું મકાન હતું.ત્યાં રહ્યો છુ.લેલે દાદા સાથે કામ કર્યું છે..આ નાલેજ નું તળાવ..એ તળાવ જ્યારે બનતું હતું.એ તો મારી નજરે જોયુંછે.આ ઓરસંગ કીનારાનું પાંદરવાંટ અને ઓળીઆંબા ગામ.ત્યાં તો મેં મકાઈ ના ડોડા ખાધા છે.આ ચેતના હોટેલ.ત્યાં તો મેં ઘણી વાર દૂધ પણ આપ્યું છે.નાલેજ થી દૂધ લઈ આવતો અને અહીં આપ્યું છે..આજુ બાજુ ના દરેક ગામો માં ચાલતો ફર્યો છું.વડીલો સાથે ખાટલા પર બેસીને વાતો કરી છે.અહીંના ઘણા લોકો સાથે મારા જુના સંબંધો છે.અરે આ પાવી જેતપુર માં પણ હું ઘણી જગ્યાએ જમ્યો છુ.
અહીં વડોદરા થી હું બસમાં બેસીને આવતો..આ છોટાઉદેપુર પહેલેથી આવું જ છે..અહીંના લોકો ની મીઠાશ મને ખુબ ગમે છે.
જે વ્યક્તિ છોટાઉદેપુર વિસ્તારમાં ફર્યાં હોય.એ આજે પ્રધાનમંત્રી છે. એ ખૂબ ગર્વની વાત કહેવાય.
બસ આવી જ છોટાઉદેપુર ની રસપ્રદ માહિતી જાણવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.
(તસવીરો પ્રતિકાત્મક છે)
Copy paste:- છોટાઉદેપુર ની ઐતિહાસિક જનરેશન


