Gujarat

નર્મદા જિલ્લામાં ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનો શાંતિૂર્ણ માહોલમાં પ્રારંભ, વિદ્યાર્થીઓનું પુષ્પ આપી સ્વાગત કરાયું

નર્મદા જિલ્લામાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૨૪ કેન્દ્રો ખાતે કુલ-૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલ ધોરણ- ૧૦ અને ૧૨ સામાન્‍ય– વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ નર્મદા જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે લેવાઇ રહી છે. વિદ્યાર્થીઓ નિર્ભિય પણે પરીક્ષામાં ભાગ લે સાથે આ પરીક્ષાઓ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તેવા હેતુસર જિલ્લા કલેક્ટર ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળા દ્વારા આજે નવદુર્ગા હાઇસ્કુલ ખાતે બોર્ડની આ જાહેર પરીક્ષાઓ આપવા આવનાર તમામ વિદ્યાર્થીઓ નું પુષ્પ આપી અભિવાદન કરી આશીર્વાદ આપ્યા હતા અને તેઓ નો આત્મ વિશ્વાસ વધે તે માટે પ્રેરિત કરાયા હતા.

IMG-20230314-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *