મહિલાએ જેતપુરના ડો.જય ચોકસી પાસે ઓપરેશન કરાવ્યા પછી પણ ગર્ભ ન રહેતા અન્ય લેબોરેટરીમાં રીપોર્ટ કરાવતા બેદરકારી સામે આવ્યાનો દાવો
જેતપુરની શિવમ પ્રસુતિગૃહ હોસ્પિટલના ડો.જય ચોકસી સામે નસબંધી ઓપન કરવા અંગેના ઓપરેશનમાં બેદરકારી અંગે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ફરીયાદ દાખલ થઈ છે. કેસની હકીકત એવી છેકે જેતપુર મુકામે રહેતા ફરિયાદી મહીલાએ તેમના લગ્નજીવન દરમ્યાન બાળકનો જન્મ ન થાય તે હેતુથી સરકારી દવાખાનામાં નસબંધીનું ઓપરેશન કરાવેલ હતું. જો કે બાદમાં મહિલા અને તેના પતિને સંતાન માટેની ઈચ્છા થતા તેઓએ જેતપુરમાં આવેલ શિવમ પ્રસુતિગૃહ અને સર્જીકલ હોસ્પિટલમાં નસબંધી ખોલાવવા સલાખોલાહ લેવા ગયેલ અને ડો.જય ચોકસીએ નસબંધી વવા માટે ઓપરેશન કરવું પડશે તેવું જણાવેલ.
જેથી મહિલા હોસ્પિટલમાં નસબંધી ખોલવા દાખલ થયેલ ઓપરેશનની મોટી આશરે દોઢક માસ જેવો સમય બતાવવા માટે ગયેલ અને ડોકટરની સલાહ મુજબ દવા સારવાર કરેલ હતી.દરમિયાન અવારનવાર પુછતા ડોકટર તરફથી યોગ્ય જવાબ મળેલ નહી.જેતી તેઓને શંકા જતા અન્ય હોસ્પિટલના ડોકટરને બતાવી સોનોગ્રાફી લેબોરેટરી રીપોર્ટ કરાવેલ અને રીપોર્ટ ધ્યાને લઈ તેઓએ જણાવેલ કે, નસબંધી ખોલવા અંગે કરવામાં આવેલ ઓપરેશન સફળ થયેલ નથી ઓપરેશનમાં ખામી રહી જવા પામેલ છે.
રીપોર્ટ મુજબ નસબંધીમાં જે નળી બ્લોક કરવામાં આવેલ તે ખુલેલ જ નથી. ફરિયાદી મહિલાને કોઈ સંતાન નથી અને સતાન પ્રાપ્ત થાય તે હેતુથી મોટી રકમનો ખર્ચ કરી ઓપરેશન કરાવેલ પરતું બેદરકારીને કારણે તેઓને કોઈ ફાયદો થયેલ નહી અને હેરાન પરેશાન થયેલ જેથી ડોકટર સામે યોગ્ય કાર્યવાહીઓ કરવા મહિલાએ રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ ફરીયાદ દાખલ કરેલ અને હોસ્પિટલ ખર્ચ અને વળતરની રકમ મળવા દાદ માગેલ છે.
ફરીયાદ ધ્યાનમાં લઈ કમીશને શિવમ પ્રસુતિગૃહ અને સર્જીકલ હોસ્પિટલના ડો.જય આર.ચોકસીને હાજર થવા નોટીસ કાઢેલ છે. આ ફરીયાદમાં ફરીયાદી તરફથી રાજકોટના એડવોકેટ નિલેશ જી.પટેલ નિકુંજબેન બુસા, મુકેશ જરોલી તથા સહાયક તરીકે રેખાબેન ઓડેદરા રોકાયેલા છે.


