Gujarat

નસવાડી તાલુકાના ખોડીયા ગામે મધ્યપ્રદેશ પાર્સિંગ ફોરવીલ ચાલકે નસવાડી તાલુકાના એક પરિવારના બે સભ્યો ઘરે જતા હતા તે બાઈકને ટક્કર મારતા બાઈક સવારનું મોત થતા લોકોએ પોલીસને ઘટના સ્થળે બોલાવી મધ્યપ્રદેશ પાર્સિંગ ના કારચાલકને લોકોએ પોલીસને સોંપ્યો

નસવાડી તાલુકાના ખોડીયા ગામે મધ્યપ્રદેશ પાર્સિંગ ફોરવીલ ચાલકે નસવાડી તાલુકાના એક પરિવારના બે સભ્યો ઘરે જતા હતા તે બાઈકને ટક્કર મારતા બાઈક સવારનું મોત થતા લોકોએ પોલીસને ઘટના સ્થળે બોલાવી મધ્યપ્રદેશ પાર્સિંગ ના કારચાલકને લોકોએ પોલીસને સોંપ્યો હતો પરંતુ પોલીસને તેને નસવાડી પોલીસ સ્ટેશન લાવવાની જગ્યાએ તેને છોડી મૂકતા આરોપી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા રહેતા આદિવાસી લોકો વિફરીને નસવાડી તાલુકાના ખોડીયા ગામ નજીક મેન કેનાલ ઉપર રસ્તા રોકો આદોલન કરીને ચક્કા જામ કરીને વાહન વ્યવહાર ઠપ્પ કર્યો હતો ચાર કલાકથી વધુ સમય ધમધુકતા તાપમાં લોકો બેસી રહેતા પોલીસ વિભાસણમાં મુકાઈ પોલીસની શંકાસ્પદ કામગીરી ઉપર અનેક પ્રશ્નો

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના ખોડિયા ગામ પાસે મધ્યપ્રદેશ પાર્સીંગની ફોર વ્હીલ ગાડી નં MP.09-ZE-9290 ના ચાલક 100 થી વધુ સ્પીડમાં ગાડી ચલાવતા હતા નસવાડીથી કામ પતાવીને નસવાડીના ખંભાયતા ગામના રાજેશભાઈ બચુભાઈ ભીલ ઉમર 45 વર્ષ તેમજ તેઓની પત્ની ટીનાબેન રાજેશભાઈ ભીલ તેઓ ઘરે જતા હતા તે વખતે ખોડિયા ગામની મેન કેનાલ પાસે ફોર વ્હીલ ચાલકે મોટર સાયકલ ચાલકને ટક્કર મારતા પતિ અને પત્નીને હવામાં ફંગોરતા 50 ફૂટ દૂર જઈને પડતા ગંભીર ઈજાઓ થતા બંનેવને નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લાવવામાં વાયા હતા ત્યાર બાદ તેને વધુ સારવાર માટે રીફર કરાતા બાઈક ચાલકનું મોત થયું હતું ઘટના સ્થળે ફોર વ્હીલર ચાલકને લોકોએ પકડી પાડીને નસવાડી પોલીસને સોંપ્યો હતો પરંતુ પોલીસે ફોર વ્હીલર ચાલક વર્ગદાર વ્યક્તિ હોવાના લીધે ફરિયાદ નોંધતી વખતે આરોપી તરીકે પણ ના દર્શાવ્યો અને તેને ફરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા દેવામાં આવ્યો જયારે અક્સમાત કરનાર ફોર વ્હીલર ગાડી કિંમત 70 લાખ હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસે લાગવગ શાહીમાં આરોપી તરીકે એફ આઈ આરમાં નામ ના દર્શાવતા આદિવાસી સમાજના લોકો પોલીસની કામગીરીથી આક્રોશમાં આવી જઈને નસવાડી તાલુકાના અક્સમાતના સ્થળે પોહચી જઈને રસ્તા રોકો આદોલન કર્યું હતું જેમાં ચક્કાજામ કર્યા હતા જ્યાં સુધી આરોપી ના પકડાઈ ત્યાં સુધી રસ્તા રોકો આદોલન ચાલુ રાખીને ઘરણા ઉપર બેસીને સુત્રચાર કરતા પોલીસ વિમાસણમાં મુકાઈ છે હાલ તો પોલીસ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસને પણ લોકો ખરી ખોટી સુણાવી દીધી હતી આરોપીના પકડાઈ તો લાશને પણ નહિ સ્વીકારવાની ચીમકી આપી હતી પોલીસની શંકાસ્પદ કામગીરીથી અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ક્યારે આરોપી પકડાશે અને શું પગલાં લેવાશે તે જોવાનું રહ્યું
નસવાડી તાલુકાના ખોડિયા ગામ પાસે અકસ્માત થયો હતો શરૂવાતમાં સામાન્ય ઇજા થઇ હતી માટે આરોપીને નોટિસ આપીને જવા દીધો હતો અકસ્માતમાં બાઈક ચાલકનું મોટ થયું છે જેથી કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરવામાં આવશે
આરોપીને અમે પકડીને પોલીસને સોંપ્યો હતો પરંતુ પોલીસ વર્જદાર વ્યક્તિ હોવાથી પોલીસે છોડી દઈને એફ આઈ આરમાં નામ પણ આરોપીનું દરશાવેલ નથી પોલીસે ભેદભાવ ભરી કામગીરી કરેલ છે જેને લઈને અમે જ્યાં આરોપીને પકડી પગલાં નહિ ભરે ત્યાં સુધી આદોલન કરીશું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230220-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *