નસવાડી મેમણ કોલની વિસ્તારમાં ભારે વાવાઝોડાને લઇ વીજ પોલ ધરો ઉપર ધરાશય થતાં લાઈટો ધુલ થઈ હતી જેથી લોકોને તાહીમામ પુકારી હતા સવાર થી લાઈટ નાં હોવાથી બાળકો સહિત પરિવારો હેરાન પરેશાન થયા હતા આ બાબતે મધ્ય ગુજરાત વીજ કંપની નાં અઘિકારીઓને સ્થાનિક લોકોએ જાણ કરી હતી જેને લઇ 16 કલાક થી વધુ સમય વિતી ગયો હોવા કોઈ અધિકારી સ્થળ ઉપર નાં આવતા લાઈટો નાં ચાલુ નાં થતાં રોષે ભરાયેલા લોકો કંટાળી મધ્ય ગુજરાત વીજ કંપની ઉપર પોહચ્યા હતા અને કચેરી ઉપર પોહચી મહિલાઓએ હલ્લાબોલ મચાવ્યો હતો કચેરી ઉપર અધિકારીઓ હજાર નાં રહેતા સ્થાનિક લોકોએ હાઇ રે એમ.સી.વી.સી.એલ હાઇ હાઇ નાં નાળા લગાવ્યા હતા અધિકારીઓ વડોદરા થી અપડાઉન કરતા હોવાથી સાંજ પડે ઘરની વાટ પકડે છે જેને લઇ રાત્રિ સમય લોકો હેરાન થાય છે કચેરીઓને સાંજે પડે તાળા લગાવી દેવામાં આવે છે અંધેર વહીવટ નાં કારણે લોકોએ અધરપટમાં રેહવાનો વાળો આવે છે મેમણ કોલાની વિસ્તારમાં હાઇ વોલ્ટજની લાઈન ઘરો ઉપર થી પસાર થાય છે જયારે આ લાઈન કોઈ પરિવારો નો જીવ લે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેને લઇ મધ્ય ગુજરાત વીજ કંપની આ હાઇ વોલ્ટજની લાઈન હટાવે અને મેમણ કોલાની વિસ્તારમાં તૂટી પડેલા વીજ પોલ નવા નાખે અને લાઈટો શરૂ કરાવે તેવી માંગ ઉઠી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર