મકસુદ કારીગર,કઠલાલ
નાઝ ફાઉન્ડેશન એન્ડ એસ કે ગ્રુપ જંત્રાલ દ્વારા પેટલાદ માં સેખડી રોડ પર આવેલ ખાનબાવા ની દરગાહ કમ્પાઉન્ડ માં સમૂહ સાદી નું આયોજન કરવામાં આવ્યુ જેમાં સિદ્દીકઅલી સાહબાવા, મકનપુરથી સરફરાઝ અલી બાવા, અમદાવાદ દરિયાપુર વિધાનસભાના પુર્વ ધારાસભ્ય જનાબ ગાયસયુદ્દીનભાઈ શેખ, જમાલપુરના ધારાસભ્ય જનાબ ઈમરાનભાઈ ખેડા વાલા, મહોતરમાં શાહીનાબેન દિવાન નાયબ મામલતદાર,મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ રજ્જબશાહ ફકીર હિંમતનગર, શકિલભાઈ સંધીસામાજિક કાર્યકર નડીઆદ, ઈમરાનભાઈ મલેક જમાદારફાર્મ રુદન ,માજિદખાન પઠાણ કાઉન્સિલર/એડવોકેટ નડિયાદ,જાવેદભાઈ ખોખર ઉર્ફે બાબર મહેમદાવાદ,અલ્ફાજભાઈ વ્હોરા યુવા સામાજિક કાર્યકર ચકલાસી ,સાજીદભાઈ મલેક પ્રેસ રિપોર્ટર ચિસ્તિયા ફાઉન્ડેશન ચિસ્તિયા મોબાઈલ અને ચિસ્તિયાં ખિદમત ગ્રુપના પ્રણેતા સોહિલભાઈ વહોરા રઢુંવાલા, આસીમભાઈ ખેડા વાલા, સામજિક અગ્રણી આણંદ સુલતાન દિવાન રોજરોજી મિયુદ્દીનભાઈ ચકડોલ વાળા, મહિલા અગ્રણી સાહિનબેન શેખ ખંભાત ઉપસ્થિત રહ્યા તેમજ ટિકટોક ફેમસ એસ.આર કે બહિયલ હાજરી આપી નાઝ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ તરફથી આવેલ મહેમાનોનું ફુલહાર, અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું આ સમૂહ માં ૧૭ દુલ્હા/દુલહન ના નિકાહ કરવામાં આવ્યા નાઝ ફાઉન્ડેશન દ્વારા સરકાર શ્રી તરફથી મળતી સહાયના પ્રમાણ પત્રો અર્પણ કરવામાં આવ્યાં તેમજ દુલ્હા દુલહનને ઘરવખરીનો સામાન ફાઉન્ડેશન તેમજ સખી દાતાઓના સહયોગથી આપવામાં આવ્યો મુસ્લિમ સમાજમાં હજી પણ સામાજિક કાર્યો કરી સમાજમાંથી કુરિવાજો દુર કરવા અને સમાજમાં ચેતના જગાડવા તેમજ શિક્ષણ ક્ષેત્રે મજબુતી પ્રદાન કરી સમાજને આર્થિક રીતે મજબુત બનાવવા પ્રયત્નો જરૂરી છે તેવું સામાજિક કાર્યકર શકીલભાઈ સંધી દ્વારા જણાવવામાં આવ્યું હતું…!!