Gujarat

નિયામકશ્રી ગ્રાહક બાબતો,ગુજરાત સરકાર પ્રેરિત અને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા આયોજિત સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યાશાળા પે સેન્ટર શાળા નંબર બેમાં ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા વિશ્ર્વ ગ્રાહક દિન નિમિત્તે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિશ્ર્વ ગ્રાહક દિનની ઉજવણી અંતર્ગત તારીખ ૧૬મી માર્ચના રોજ સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યાશાળા પે સેન્ટર શાળા નંબર બે ના વિશાળ હોલમાં ધોરણ પાંચથી આઠ ધોરણની વિદ્યાર્થિનીઓની ઉપસ્થિતિમાં ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હીરાણી, બિપીનભાઈ પાંધી અને હર્ષદભાઈ જોશી દ્વારા ગ્રાહક જાગૃતિ માટે આ શાળાની વિદ્યાર્થીનીઓને ખૂબ તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે મહારાજા સયાજીરાવ ગાયકવાડના શિક્ષણના અભિગમને પણ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવેલ. આ વર્ષનું થીમ સ્વચ્છ ઉર્જા વિશે પણ વિદ્યાર્થીનીઓ સમજી શકે તેવા ઉદાહરણો સાથે સરળ ભાષામાં સમજાવવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓએ સંપૂર્ણ શાંતિ અને સ્યંમ શિસ્ત જાળવી હતી.. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શૈક્ષણિક સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ શાળાના આચાર્યાશ્રી ભારતીબેન રાઠોડની સ્વાસ્થ્ય સંબંધી અસ્વસ્થતાને કારણે રહેલી અનુપસ્થિતિ પણ સ્પષ્ટ વર્તાતી હતી.. જો કે કન્યા કેળવણી ક્ષેત્રે આ શાળાના તમામ શિક્ષકગણ વિદ્યાર્થીનીઓને પ્રશિક્ષિત કરવા માટે ભારે પુરૂષાર્થ કરતા હોય તે પણ આ શાળાના વાતાવરણ દ્વારા સ્પષ્ટ જોઈ શકાય છે. શાળાનું રીનોવેશન, કમ્પ્યુટર ફેસિલીટી, લાયબ્રેરી જેવી સુવિધાઓની ઉપલબ્ધિ ધ્યાનાકર્ષક છે.

IMG-20230316-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *