સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજ રોજ તારીખ ૧૧-૨-૨૩ શનિવારે સવારે જેસર રોડ ૬૬ કેવી પાવરાહાઉસ સામે એકલા જ રહેતાં વૃધ્ધા કાન્તાબેન બાવાજીનું અવસાન થતાં તેમની ઝૂંપડીએ વોર્ડ નંબર ૩ મા રહેતાં સેવાભાવી યુવાનોને જાણ થતાં જ બધા યુવાનોએ ભેગા મળીને તેમની અંતિમ સંસ્કાર કરવામાં માટે વીરદાદાજસરાજ સેના દ્વારા રથ મંગાવીને અનીલભાઈ પોપટણી. રમેશભાઈ ચૌહાણ, ગોવીદભાઈ દેવીપુજક અને જીતુભાઈ જયાણી તેમણે સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને નગરપાલિકાના સદસ્ય કમલેશભાઈ રાનેરા, પીયુષભાઈ મશરૂ, સમર્પણ ગૌશાળાના પ્રમુખ અમિતભાઈ ખીરાને ફોન કરીને તાત્કાલિક સ્થળ ઉપર બોલાવી આ નિરાધાર માજીના અંતિમ સંસ્કાર કરવા માંટે બોલાવ્યા હતા ત્યારે આ બધાજ સેવાભાવી યુવાનો સાથે સવારે ૮-૩૦ કલાકે સાવર સ્મશાનમા શાસ્ત્રોક્ત વીધી મૂજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા..આવા કરૂણ પ્રસંગે પણ નોધારાના આધાર બનીને સેવા કરતા એવા સેવાભાવી યુવાનો પણ આ સ્મશાનયાત્રામાં જોડાયા હતાં


