Gujarat

નિરામય છોટાઉદેપુર, નિરામય ગુજરાત અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરને ઘટાડવાના ભગીરથ પ્રયાસરૂપે મમતા અભિયાન કેમ્પ છોટાઉદેપુરના દેવહાંટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યોજાયો હતો.

છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના દેવહાંટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મમતા અભિયાન કેમ્પ  છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠવાના અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં
સગર્ભા અને થાત્રી માતાઓની તપાસ તેમજ અતિ જોખમી સગર્ભા માતાની શોધ તથા ઘનિષ્ઠ સારવાર , આરોગ્ય અને પોષક વિષયક માર્ગદર્શન, નવજાત શિશુ અને બાળકની ડોકટરી તપાસ ,સિકલ સેલ વિશે વિસ્તૃત સમજ તેમજ સારવાર આપવામાં આવી હતી, આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્ય ગુમાનભાઈ રાઠવા, શર્મિલાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સી બી ચોબીસા, તેમજ દેવહાંટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ, 108 ના કર્મચારીઓ તેમજ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230215-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *