નીતિ આયોગના સભ્યશ્રી પ્રો. રમેશ ચંદ (કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી સમકક્ષ) અને નીતિ આયોગના કૃષિ ક્ષેત્રના વરિષ્ઠ સલાહકાર ડો. નીલમ પટેલ તા.૧૭-૩-૨૦૨૩ના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે વ્યાખ્યાન આપશે.
પ્રો. ચંદ દેશના જાણીતા કૃષિ અર્થશાસ્ત્રી છે, તેઓ નીતિ આયોગના પ્રાંરભથી જ જોડાયેલા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત દરમ્યાન તેઓ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ પ્રગતિથી માહિતગાર થવાની સાથે પ્રો. ચંદ ‘‘ પ્રીપેરીંગ એગ્રીકલ્ચર ફોર બેટર ન્યુટ્રીશન, સસ્ટેનીબલીટી એન્ડ રેઝીલન્સ’’ વિષય વ્યાખ્યાન આપશે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ૨૦૧૮-૧૯માં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઇસીએઆર), નવી દિલ્હી અને વર્લ્ડ બેંક દ્વારા પ્રતિષ્ઠિત નેશનલ એગ્રિકલ્ચરલ હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ-ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ પ્લાન (એનએએચઇપી-આઇડીપી) માટે પસંદ કરવામાં આવેલી ભારતની સાત કૃષિ યુનિવર્સિટીઓમાંની એક છે.
આ પ્રોજેકટનાં પાછલા ૩ વર્ષથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પ્રથમ સ્થાને આવેલ છે. આ પ્રોજેકટ અંતર્ગત થયેલ કામગીરીની પણ ચર્ચા કરવામાં આવશે. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આંતર રાષ્ટ્રીય કક્ષાની આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ, રોબોટીકસ અને ડ્રોન લેબોરેટરીઓ બનાવવા આવી છે. ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ઘણી તાલીમ-વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ૫૭ જેટલા વિદ્યાર્થીઓને વિદેશોમાં તાલીમમાં મોકલવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ૨૦૨૦ને અનુરૂપ શિક્ષાશાસ્ત્રનો મિશ્રિત શિક્ષણ અને મૂલ્યાંકન માટેનો સફળતાપૂર્વક અમલ કર્યો છે. બ્લેન્ડેડ લર્નીંગ ઝડપથી સમયની જરૂરિયાત બની રહ્યું છે ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના શિક્ષકો પણ ડો. રમેશચંદ અને નિલમબેન પટેલ જેવા વિદ્વાનોના જ્ઞાનનો લાભ મેળવવા માટે ઉત્સુક છે.
