માધવપુરના મેળાનુ ભવ્ય આયોજન થનાર છે. જેમાં ખાસ કરીને ઉત્તર પૂર્વના લોકો અને મહાનુભવો સામેલ થનાર છે. ઉપરાંત આ મેળામાં ભગવાન કૃષ્ણના લગ્ન પ્રસંગની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ મેળામાં જૂનાગઢવાસીઓ પણ સહભાગી થનાર છે. ત્યારે તેમના માટે સુચારૂ પરિવહન વ્યવસ્થા માટે કલેક્ટર રચિત રાજે સંબંધિત અધિકારીઓ સૂચનાઓ આપી હતી.
