Gujarat

પાણીબાર ખાતે ધારાસભ્ય અને ભાજપના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકોએ વડાપ્રધાનના કાર્યક્રમને નિહાળ્યો

મન કી બાતનો ૧૦૦મો એપિસોડ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમનો ૧૦૦મો એપિસોડ યોજાયો હતો. દેશભરમાં લોકોએ વડાપ્રધાનની મન કી બાતને નિહાળ્યો છે અને રાષ્ટ્ર નિર્માણ માટે પોતાની ભુમિકા નિભાવી રહ્યા છે. ૩૦ એપ્રિલે મન કી બાત નો કાર્યક્રમ જેના ૧૦૦ ભાગ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો છે. નરેન્દ્ર મોદીનો ૩૦ એપ્રિલે ૧૧:૦૦ વાગે રવિવારે સવારે મન કી બાતનો કાર્યક્રમ ચાલુ થયો હતો. ત્યારે આ મન કી બાતના કાર્યક્રમને ઉત્સવ બનાવીને ઉજવણીના ભાગ રૂપે છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ જગ્યાએ મન કી બાત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
      આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૦૦મી મન કી બાતના કાર્યક્રમની તૈયારીઓ છોટાઉદેપુરના વિવિધ સ્થળો પર કરવામાં આવી હતી. જેમાં જેતપુરપાવી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા મન કી બાતના ઐતિહાસિક એપિસોડ ૧૩૮ વિધાનસભા જેતપુરપાવી બુથ નંબર-૧(૧૦૯) શક્તિ કેન્દ્ર પાણીબાર ખાતે કાર્યકરો સાથે નિહાળતા જેતપુરપાવી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા તેમજ મન કી બાત કાર્યક્રમના પદાધિકારી અવિનાશભાઈ રાઠવા તેમજ શક્તિ કેન્દ્રના સૌ કર્મનિષ્ઠ આગેવાનો તમામ ગામના સરપંચો, કાર્યકર્તાઓ, સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો હતો. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના  નિવાસસ્થાને ભાજપના કાર્યકરોએ  મન કી બાતનો ૧૦૦મો કાર્યક્રમ નિહાળ્યો હતો.
          વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ આજે ૧૦૦ એપિસોડ પૂરા કરશે. આ કાર્યક્રમ દ્વારા દેશના મહાનાયક, પ્રખ્યાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોમાં સંવાદની નવી પરંપરા સ્થાપિત કરી છે. લોકશાહીમાં જનતા સાથે સીધો સંચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાને દેશની જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરીને એક નવો આયામ સ્થાપિત કર્યો. સૌથી મહત્વની વાત એ છે કે આ કાર્યક્રમમાં વડાપ્રધાને પક્ષની રાજનીતિથી ઉપર ઉઠીને સામાજિક મૂલ્યો પર ભાર મૂક્યો હતો. રાજકીય પરિભાષાથી દૂર, તેમના શબ્દોએ પ્રેક્ષકો પર એક જાદુ પાડ્યો. તેમણે સમાજના એવા લોકોની ચર્ચા કરી જેઓ દેશ માટે ઘણું કરી રહ્યા છે, પરંતુ તેમના સમાચાર ક્યારેય સામે આવ્યા નહીં.
     દેશ માટે ગર્વની વાત છે કે આજે કહેવામાં આવે છે કે મોદી છે તો શક્ય છે, દરેકને આ વાત પર ગર્વ હોવો જોઈએ, આ મામલે રાજકારણ ન થવું જોઈએ. લોકશાહીમાં જનતાની વચ્ચે જઈને લોકોને સાંભળવાનું અને તેમની વાતથી સંતુષ્ટ રાખવાનું કામ એ જ કરી શકે છે જેઓ વાતચીતની પદ્ધતિઓ જાણતા હોય છે. આ મામલે આપણા પીએમ મોદીજી તરફથી કોઈ જવાબ નથી. એટલા માટે લોકો તેને દિલથી પ્રેમ કરે છે. પી એમ ની મન કી બાતની તેમના પર અસર છે, લોકો તેમને દિલથી પ્રેમ કરે છે. આ શ્રેણી માત્ર ૧૦૦મા એપિસોડ સુધી જ નહીં પરંતુ ૧૦૦૦ એપિસોડ સુધી ચાલવી જોઈએ. દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર આ કહી રહ્યા છે કે અમને પીએમ પર ગર્વ છે. વર્ષો પછી દેશને એવા પીએમ મળ્યા છે જે મનની વાત કરે અને લોકોના મનને સમજે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230430-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *