Gujarat

પાલ ગામ સ્થિત શાળા ક્રમાંક 319 માં વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ અને કુર્તી નું વિતરણ કરાયું.  

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક 319 માં આજરોજ કામાખ્યા હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રજનીજી દ્વારા ધોરણ છ થી આઠ ની વિદ્યાર્થીનીઓને સ્વાસ્થ્ય અને આરોગ્ય સંબંધી તારુણ્યને લગતી માહિતી આપી સેનેટરી ક્લોથ પેડનું વિતરણ કરાયું. અહિકા કુર્તીસ દ્વારા આ બાલિકાઓને કુર્તીનું વિતરણ કરાયું. જાણીતા સમાજસેવિકા મોનાબેન ભાઈદાસ વાલાના પ્રયાસોથી અવારનવાર શાળાને આવી વિવિધ જરૂરિયાતોની ભેટ મળતી રહે જે બદલ શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ પરમારે આભાર વ્યક્ત કર્યો હતો.

IMG-20230301-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *