Gujarat

પાવીજેતપુર ના સુષ્કાળ પાસે બાઈક વૃક્ષ સાથે અથડાતા યુવતી નું મોત

પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામે બાઈક ચાલકે પોતાની બાઈક ગફલત ભરી રીતે હંકારી વૃક્ષ સાથે અથાડી દેતા પાછળ બેઠેલ ૨૫ વર્ષની યુવાન મહિલાને ગંભીર ઈજાઓ થતાં કરૂણ મોત થવા પામ્યું છે.

પાવીજેતપુર તાલુકાના કુકણાના ગામના વ્યક્તિ પોતાની મોટર સાયકલ લઈ નીકળ્યા હતા. તેઓની પાછળ એમની સાથે સગાઈ થયેલ યુવતી બેઠા હતા. વિમલ તેમજ અનિતાની સગાઈ થઈ હોય તેથી વિમલભાઈ અને અનિતાબેન એક સાથે બાઈક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે વિમલભાઈએ બાઈક ઉપરનો કાબુ ગુમાવી દેતાં બાઈક ઝાડ સાથે અથડાઈ. અનિતાબેનને કપાળના ભાગે તેમજ ડાબા હાથે ગંભીર ઈજાઓ થતાં તેઓનું કરૂણ મોત થવા પામ્યું છે. તેમજ વિમલભાઈને ડાબા તથા જમણા પગે ફેક્ચર થવા પામ્યું છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230512-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *