ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, નાઓએ સમગ્ર ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકાર ના ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હર્ણિયાર ધરાવતા ઇસમોને તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓ દ્વારા પો.સ્ટે વિસ્તારમાં આવેલ ઔધોગીક એકમોમાં કામ કરતા કોન્ટ્રાકટરો, વેપારીઓ, મજુરો, ભયમુક્ત રહીને પોતાના ધંધા રોજગાર કરી શકે અને ખંડણી,લુંટ, કે હુમલા, જેવા બનાવો ન બતે તે માટે તકેદારી રાખવા તેમજ જરૂરી પેટ્રોલીંગ રાખી માંથાભારે ઇસમો ઉપર વોચ ગોઠવી, તથા કોઇ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલીક કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી. વોરા સા.એ આપેલ જરૂરી માર્ગદર્શન આધારે રાજુલા સર્કલ પો.ઇન્સ. શ્રી એ.એમ.દેસાઈ તથા પીપાવાવ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી ડી.બી.મજીઠીયા તથા પીપાવાવ મરીન પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમી આધારે જુદી–જુદી ટીમ બનાવી ઓપરેશન હાથ ઘરી ઝડતી- તપાસ કરી ઉચૈયા ગામે રહેતા હિસ્ટ્રીશીટર ચંપુભાઇ દાદાભાઇ ધાખડાને પોતાના રહેણાંક મકાનેથી ગેરકાયદેસર અને લાયસન્સ વગરની બે પિસ્ટલ (અગ્નિશસ્ત્ર) તથા જીવતા કાર્ટીસો નંગ- ૦૫ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે,
પકડાયેલ હિસ્ટ્રીશીટર આરોપી
ચંપુભાઈ દાદાભાઈ ધાખડા ઉ.વ- ૪૫ ધંધો- ખેતી રહે. ઉચૈયા તા-રાજુલા જી- અમરેલી
પકડાયેલ
(૧) પિસ્ટલ ( અગ્નિશસ્ત્ર ) નંગ- ૦૨ કિ.રૂ- ૪૦,૦૦૦/-
(૨) જીવતા કાર્ટીસ નંગ- ૦૫ કિ.રૂ- ૫૦૦/-
પકડાયેલ હિસ્ટ્રીશીટર આરોપીનો ગુનાહીત ઇતિહાસઃ-
(૧) રાજુલા પો.સ્ટે. સે.ગુ.ર.નં- ૧૦૯/૨૦૦૦ ઇ.પી.કો.કલમ- ૫૦૬
(૨) રાજુલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં- ૧૮૫/૨૦૦૧ ઇ.પી.કો.કલમ- ૩૦૨ વિધ
(૩) “જાફરાબાદ પો.સ્ટે. ફ.ગુ.ર.નં- ૧૫/૨૦૦૭ ઇ.પી.કો.કલમ-૩૯૫ વિ.
(૪) પીપાવાવ મરીન પો.સ્ટે, સે.ગુ.ર.નં- ૧૩/૨૦૦૯ ઇ.પી.કો.કલમ- ૫૦૬ વિ.
(૫) પીપાવાવ મરીન પો.સ્ટે. સે.ગુ.ર.નં- ૨૫/ ૨૦૧૩ આર્મ્સ એક્ટ કલમ- ૨૫(૧)(એ) વિ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના તથા સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા.સા. નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ રાજુલા સર્કલ પો.ઇન્સ. શ્રી એ.એમ.દેસાઇ તથા પીપાવાવ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી ડી.બી.મજીઠીયા તથા એ.એસ.આઇ. હિંમતભાઇ રાઠોડ તથા હમીરભાઈ કામળીયા તથા મનસુખભાઈ મકવાણા તથા હેડ,કોન્સ. પ્રવિણભાઇ બારીયા તથા પો.કોન્સ. અજયભાઈ વાઘેલા તથા ભરતભાઈ પરમાર તથા સંજયભાઈ ચાવડા તથા મહીમાબેન હિમાસીયા તથા વસનન કનાડીયા તથા પ્રિયંકાબેન જાની વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


