Gujarat

પીવો, મોજથી દારૂ ! કોઈ રોકે તો મારુ નામ દઈ દેજો !

ભાયાવદર નજીકના અરણી ગામ નજીક ધોમધોકાર દારૂ વેચતા બુટલેગરનો વિડીયો વાયરલ
ભાયાવદર પંથકના અરણી ગામથી ખીરસરા ગામના રોડ પર બેરોકટોક વિલાયતી શરાબને વેપલો કરતાં બુટલેગરે પોલીસને પણ પડકાર ફેંક્યો છે. પ્યાસીઓની બીક ઉડાવતો આ બુટલેગર કહે છે કે ડર વગર દારૂ પીઓ અને લઈ જાઓ, જો કોઈ રોકે તો મારુ નામ આપી દેજો ! ત્યારે કેટલી હદે આ બુટલેગરે પોલીસને બાંધી લીધાનું સાબિત થઈ રહ્યું છે તે કહેવું જરૂરી નથી.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ તપાસ કરતાં વિગતો કઈક આવી મળી હતી. ભાયાવદરના અરણી ગામથી ખીરસરા રોડ ઉપર આવેલ દ્વારકાધીશ હોટલની બાજુમાં બે થી ત્રણ  ઓરડી બનાવવામાં આવી છે એ ઓરડીની અંદર વિદેશી દારૂની બેફામ હેરાફેરી થઈ રહી છે
તે કહે છે કે વિદેશી દારૂ ખરીદ કરવા આવતા લોકોને ડરવાની જરૂર નથી અને જો કોઈ પોલીસ રોકે તો મારું નામ દઈ દેવાનું અને મારા મોબાઈલ નંબર લખી લ્યો એવો વીડિયોમાં કહેતો આ કમલેશ ભારાઈ નામના બુટલેગર સુધી રાજકોટ જિલ્લા પોલીસ વડા પહોંચશે કે કેમ ? તેવા જાગૃત લોકોમાં સવાલો પેદા થયા છે.
જાગૃતો કહે છે કે, શું આ બુટલેગર  ભાયાવદર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને મસમોટો આર્થિક નૈવેધ પહોંચાડે  છે કે શું ? અને તો જ આવી રીતે ખુલ્લેઆમ દારૂ વેચી અને કહી રહ્યો છે આ વિસ્તારમાં કોઈ રોકે તો મારી સાથે વાત કરાવી દેવાની અને ગમે ત્યાં જો દારૂ પીવો હોય તો પણ નિરાંતે બેસીને પીવાનો એવું કહે છે !
સવાલ એ ઊભો થયો છે કે આ બુટલેગરને રાજકીય અને પોલીસ તંત્રનો ગજબનો સાથ અને સહકાર હોય તો જ આવી રીતે દારૂનો વેપલો શક્ય બની શકે બાકી શક્ય નથી. ત્યારે આ બુટલેગર સુધી પહોંચીને ઊંડી તપાસ કરવામાં આવે તો અનેક કડાકા-ભડાકા થવાની સંભાવના નકારી શકાતી નથી તેવું જાણકારોનું માનવું છે.

Picsart_23-06-07_16-34-38-614.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *