લીલીયા તાલુકાના પુજાપાદર ગામે પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત ના અધ્યક્ષ સ્થાને ધોરણ આઠ ના વિદ્યાર્થી ઓનો વિદાય કાર્યક્રમ યોજાયો જેમાં આવેલ મહેમાનો નું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના તેમજ નાટક ભજવવા માં આવેલ ત્યાર બાદ ધોરણ આઠ ના બધા વિદ્યાર્થીઓને દાતા સંજયભાઈ રાણાભાઇ સવસવીયા અને મહેશભાઈ બાબરીયા તરફથી મોમેન્ટો અને પુસ્તક ભેટ આપવામાં આવ્યા તેમજ શાળા શિક્ષક ભાવેશભાઈ તેમજ ભૂતપૂર્વ શિક્ષક રૂડાણીભાઈ અને રંજનબેન તરફથી પુસ્તક ચોપડા અને પેન ભેટ આપવામાં આવ્યા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી ભરતભાઈ ઠુંમર વગેરે મહાનુભાવો દ્વારા બાળકોને આદર્શ જીવન ઘડતર માટે પ્રેરણારૂપ વક્તવ્ય આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં સરપંચ માજી સરપંચ તથા એસ એમ સી અધ્યક્ષ તથા સભ્ય પત્રકાર ઇમરાન પઠાણ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોને પ્રેરણા આપેલી આ તકે દાતા સંજયભાઈ તરફથી શાળાના બાળકો તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને નાસ્તો કરાંવામાં આવેલ ગામના આગેવાન શાંતિભાઈ સવસવિયા તેમજ શાળા પરિવારે જેહમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા