Gujarat

પૂર્વ કચ્છ અંજારમાં ફાયરિંગની ઘટનાથી શહેરમાં ભયનો માહોલ

કચ્છ
કચ્છમાં એક પછી એક ગુનાખોરીની પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે, લૂટ, મર્ડર બાદ હવે પૂર્વ કચ્છ અંજારમાં ફાયરિંગની ઘટનાથી શહેરમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે, જાેકે, આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક ધોરણે નબીરાની ધરપકડ કરી લીધી હતી. ઘટના એવી છે કે, ગઇ રાત્રે પૂર્વ કરછ અંજારમાં એક સનસનીખેજ ચોંકાવનારી ફાયરિંગની ઘટના ઘટી હતી, અંજારના જીઆઈડીસીમાં આવેલ પેટ્રોલ પંપની બાજુમાં મોડી રાત્રે કારચાલકે એક યુવાન ઉપર અચાનક ફાયરિંગ કરી દીધુ હતુ. જાેકે, આ ફાયરિંગ કયા કારણોસર કરવામાં આવ્યુ તે અંગે હજુ કોઇ માહિતી સામે આવી નથી. પોલીસે ફાયરિંગ કરનારા આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ અંગે તપાસ પણ હાથ ધરી છે.નોંધનીય છે કે, પૂર્વ કચ્છ અંજારમાં છેલ્લા દિવસોથી ફાયરિંગ, લૂંટ અને મર્ડર જેવા અનેક ગુનાખોરીના બનાવો સામે આવ્યા છે, અને આવી ઘટનાઓથી શહેરમાં લોકોમાં ભયનો માહોલ સર્જાઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *